Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

તાઈવાનમાં પુલ પડતા દુર્ઘટના સર્જાઈ: 10 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: તાઇવાનના પૂર્વોત્તર કાઉંટી યિલાનમાં સોમવારના રોજ એક પુલ તૂટી જવાના કારણે ઓછામાં ઓછા 10 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમયાનુસાર સવારે અંદાજે સાડા નવ વાગ્યાની  આસપાસ આ પુલ પરથી એક ટેન્કર પસાર થઇ રહ્યું હતું ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી.

                       પુલ તૂટી જવાના કારણોસર ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો અને તેની ઝપેટમાં  ત્રણ નાવડી પણ આવી ગઈ હતી રાહત તેમજ બચાવ દળના કર્મચારીઓએ તુરંત ઘટનાસ્થળે પહોંચીને  પુલની નીચે દબાયેલ 6 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા છે પરંતુ આ દુર્ઘટનામાં 10 જેટલા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:42 pm IST)