Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

પાકિસ્તાને 18 એરલાઈંસથી પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે જણાવ્યું

નવી દિલ્હી: પાકિસ્તાનની સરકારે 18 આંતરરાષ્ટ્રીય એરલાઈંસને પોતાના વિમાનોમાં પ્લાસ્ટિક કટલેરી જેવા કે ચપ્પુ,કાંટા,ચમચી અને વગેરે જેવી વસ્તુ અને પ્રાકૃતિક રૂપથી ઉપયોગ ન થનાર વસ્તુનો ઉપયોગ ન કરવા પર પ્રતિબંધ લગાવી દેવા માટે કહ્યું છે. વિમાનન વિભેગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  એરલાઈંસને  નિર્દેશ કરવામાં આવ્યો છે કે આ કટલેરીને પ્લાસ્ટિક અથવા પોલીથીન બેગની જગ્યાએ કાગળમાં  પેક કરવામાં આવશે.

                 વિમાનન વિભાગના વરિષ્ઠ સંયુક્ત સચિવ અમજદ સતાર ખોજે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  તે પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે ઈચ્છે છે એટલા માટે એરલાઈંસને દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. આ સંબંધમાં એરલાઈંસને  ઘણા મહિના પહેલા પણ સૂચિત કરવામાં આવ્યા હતા.

(6:41 pm IST)