Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ચીનની સૌથી શક્તિશાળી મિસાઈલનું થયું લૉંચિંગ: 30 મિનિટમાં અમેરિકામાં મચાવી શકે છે તબાહી

નવી દિલ્હી: ચીને મંગળવારના રોજ ધરતીની સૌથી શક્તિશાળી ગણાતી મિસાઈલ ડીએફ-41 લોંચ કરવામાં આવી છે આ અંતર મહાદ્વીપીય મિસાઈલની રેંજ 15 હજાર કિલોમીટર સુધીની છે જે અત્યારસુધી  ઉપસ્થિત મિસાઇલથી પણ સૌથી વધારે છે. આ અંદાજે  30 મિનિટમાં અમેરિકાને પોતાનું નિશાન બનાવી શકે છે.

        સેંટર ફોર સ્ટ્રેટેજિક એંડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના મિસાઈલ ડિફેંસ પ્રોજેક્ટ મુજબ આ પરમાણુ મિસાઈલની મદદથી એક સાથે 10 અલગ-અલગ નિશાન લગાવી શકાય તેમ છે. ચીને પોતાની 70મી વર્ષગાંઠ પર મંગળવારના રોજ આજે નેશનલ ડે પરેડના અવસર પર તેને રજૂ કરી છે. 1949માં ચીની ગણરાજ્યની સ્થાપના કરવામાં આવી હતી.

(6:38 pm IST)