Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ભલે તમે ફોન લોક કરવા ફેસ આઇડી રાખો, આવી ગર્લફ્રેન્ડ હશે તો તમને ધરાર નહીં છોડે

પોતાનો ફોન બીજું કોઇ જ ચેક ન કરી શકે એ માટે આજકાલ પાસવર્ડ, પેટર્ન, કીકીનું સ્કેનર અને ફેસ આઇડેન્ટિફિકેશન એમ ઘણીબધી સિકયોરિટી આવી ગઇ છે. જોકે સોશ્યલ મીડિયા પર એક ફર્ની વિડિયો અપલોડ થયો છે જેમાં બતાવાયું છે કે તમે ગમેએટલી સિકયોરિટી રાખો ગર્લફ્રેન્ડ આગળ તમારૃં કશું નથી ચાલવાનું વિડિયોમાં એક છોકરો-છોકરી બાંકડા પર બેઠા છે. બન્ને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ હોય એવું લાગે છે. બોયફ્રેન્ડનો ફોન ગર્લફ્રેન્ડ હાથમાં લઇને એમાં તપાસ કરવા જાય છે જોકે તેના આઇફોનમાં ફેસ આઇડેન્ટિફિકેશન લોક હોય છે. તરત જ છોકરી ફોન તેના બોયફ્રેન્ડના ચહેરા સામે ધરી છે. ચહેરો ચોખ્ખો ન આવે એ માટે છોકરો મોં ઢાંકી દે છે. જોકે કન્યા કંઇ કમ નથી. તે લિટરલી પાછળ જ પડી જાય છે. છોકરો મોં છુપાવે છે અને આજુબાજુ, ઉપર-નીચે મોં ફેરવતો રહ્યો છે, પણ ગર્લફ્રેન્ડ તેને પાછળથી પકડીને પરાણે તેનો ચહેરો આઇફોનની સ્કીન સામે ધરી જ દે છે. જેવું લોક ખૂલે છે કે પેલી કન્યા ફોન લઇને ભાગી જાય છે અને ભાઇસાહેબ માથે હાથ દઇને બેસી જાય છે. બની શકે કે આ વિડિયો નાટ્યાત્મક રીતે જાણીકરીને ફિલ્માવાળો હશે, એમ છતાં એ લોકોને બહુ ગમ્યો છે. ૧.૩ કરોડ વ્યુઝ મળી ચૂકયા છે. ૭૪૦૦૦ થી વધુ લાઇકસ મળી છે.

(3:20 pm IST)