Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

અમેરિકનો સુરક્ષા અને ગુણવતા માટે બોટલનું પાણી પસંદ કરે છેઃ ખરેખર તેઓ સાચા છે?

૭૦ ટકા બોટલોનુંપાણી યોગ્ય સ્ટાન્ડર્ડનુ નથી હોતુ !! : મોટી કંપનીઓ ચોકકસાય રાખે છે

બોટલનું પાણી હવે સગવડ ની જગ્યાએ વિકલ્પ બની રહ્યું છે કેમકે દર ત્રીજી અમેરિકન વ્યકિત નળના પાણીની જગ્યાએ બોટલનું પાણી પીવે છે પાણીની બોટલ ખરીદનાર લગભગ ૯૦ ટકા લોકો આના માટે સોફ્ટી અને કવોલિટી નું કારણ આપે છે અમેરિકામાં દર વર્ષે લાખો પાણીની બોટલો વેચાય છે અને તેના કારણે પ્લાસ્ટિકની ઘણી તકલીફો ઊભી થાય છે તેના વિશે ઘણું બધું લખાય છે પણ અંદરના પાણી વિશે બહુ ઓછું લખાય છે હમણાં જ બહાર આવેલ ગવર્મેન્ટ એકાઉન્ટીબીલીટી ઓફિસના રિપોર્ટ અનુસાર ૭૦્રુ બોટલનું પાણી અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન નામ નિયમો અનુસાર નથી હોતું એનો મતલબ એવો પણ નથી કે પાણીની દરેક બોટલ હાનિકારક જ હોય છે બોટલ્ડ વોટર ની મોટી કંપનીઓ જેવી કે  નેસ્લે ,કોકાકોલા, પેપ્સી  ફીજી અને પેરીયરએ સુરક્ષિત પાણી મળે તેનું ધ્યાન રાખે છે અને તેની પાછળ તેમનું બ્રાન્ડ નામ ખરાબ ન થાય તે પણ કારણ છે પણ આના સિવાય નાની-્રનાની હજારો બ્રાન્ડ છે જે બહુ ઓછા નફે ધંધો કરે છે તેમને પોતાનું નામ ખરાબ થવાની પણ બહુ ચિંતા નથી હોતી કે આવું કંઈ થાય તો તે પોતાની તે દુકાન નવા નામે ખોલે  છે. આવા લોકો એ બનાવેલી પાણીની બોટલોની ચિંતા કરવા જેવી છે

૧૯૯૯માં નેચરલ રીસાર્સ ડિફેન્સ કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બોટલ્ડ વૉટરની સૌથી વધુ બ્રાન્ડની ચકાસણી કરતા ત્રીજા ભાગના સેમ્પલોમાંં બેકટેરિયા અને કેમિકલ જોવા મળ્યા હતા .હમણાં જ એક તપાસમાં ઘણી બધી બ્રાન્ડ પાણીની બોટલો માં બિનઆરોગ્યપ્રદ ઝેરી તત્વો જોવા મળ્યા હતા આ ઉપરાંત બોટલો પ્લાસ્ટિકની હોવાથી આરોગ્ય માટે નુકસાન કારક બને છે અને ઘરનું પાણી ભલે ગમે તેવું ચોખ્ખું હોય પણ જો થોડા દિવસ બોટલમાં ગરમ જગ્યાએ પડી રહે તો પ્લાસ્ટિકના ઝીણા કણોે પાણીમાં ભળે છે જે નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે વધુ હાનિકારક છે. ટાઇમ્સ હેલ્થમાંથી આભાર )

(3:20 pm IST)