Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

છોકરીએ વૃક્ષ બનીને બહેનને પ્રપોઝ કરતા બોયફ્રેન્ડની તસવીરો ચોરીછૂપીથી લીધી

લંડન,તા.૧:ફેન્સી ડ્રેસમાં ભાગ લો અને વૃક્ષ જેવો લુક ધારણ કરો એ જુદી વાત છે, પણ કંઈક ચોરીછ્પીથી કરવું હોય એ માટે તમે સ્થિર વૃક્ષ બનીને ઊભા રહી જાઓ એવું બને ખરું? થેરેસ માર્કલ નામની એક છોકરીએ બહેનને સરપ્રાઇઝ આપવા માટે આવું કર્યું હતું. એની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે અને લોકો તેના વખાણ કરી રહ્યા છે. થેરેસની બહેનને તેનો બોયફ્રેન્ડ પ્રપોઝ કરવાનો હતો. તેની બહેન આ વાતથી અજાણ હતી, પરંતુ તેણે બહેનના બોયફ્રેન્ડની સાથે મળીને આ ઘટના વખતે બહેનનું રિએકશન કેવું છે એ કિલક કરવાનું પ્લાનિંગ કયું. બોયફ્રેન્ડને જે જગ્યાએ બહેનને પ્રપોઝ કરવાનો હતો એ જગ્યાએ પહેલેથી જ થેરેસ પાંદડાનો ડ્રેસ પહેરીને ઊભી રહી ગયેલી અને જયારે બોયફ્રેન્ડને પ્રપોઝ કયું ત્યારે ચૂપકેથી તસવીરો પણ કિલક કરી લીધી. પોતે કેવી વૃક્ષ બનીને ઝાડીઓમાં સંતાઈ ગયેલી એની તસવીર લઈને થેરેસે ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું હતું, 'મારી બહેનની સગાઈ થઈ એ પળને કેમેરામાં મઢી લેવા માટે હું છોડ અને ઝાડી બની ગઈ.'

આ પોસ્ટ જબરી વાઈરલ થઈ છે અને અત્યાર સુધીમાં ૨૧,૦૦૦થી વધુ રી-ટ્રવિટસ અને એક લાખથી વધુ લાઇકસ મળી છે.

(3:17 pm IST)