Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

આ પરફર્યુમ છાંટશો તો તમને એકસરસાઇઝ કરવાનું મન થશે

લંડન તા. ૧: કસરત કરવાનું કે સ્પોર્ટ્સ રમીને બોડીને વ્યાયામ પૂરો પાડવાનું લોકોને ખાસ પસંદ નથી આવતું. જોકે એ માટે એક પફર્યુમ કંપનીએ અમેરિકામાં ખાસ ફ્રેગરન્સ લોન્ચ કરી છે. કલ્ચર ઓફ સ્પોર્ટ્સ નામની નવી ફ્રેગરન્સની રેન્જમાં એવી તાકાત છે કે એ છાંટયા પછી વ્યકિતને એકસરસાઇઝ કરવાની ઇચ્છા પ્રબળ થાય છે. જે લોકો ઇચ્છાશકિતના અભાવને કારણે કસરત ન કરી શકતા હોય એવા લોકો આવા પફર્યુમનો સહારો લઇ શકે છે. હાલમાં બે મેસ્કયુલાઇન અને બે ફેમિનાઇન એમ ચાર પ્રકારની ફ્રેગરન્સ છે. અલબત્ત, કંપનીના આ દાવા મુજબ ખરેખર ફરક પડે છે કે નહીં એ જાણવા મળ્યું નથી.

(3:16 pm IST)