Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ઇનસાડર ટ્રેડિંગ કેસમાં બ્રાઝિલના સૌથી ધનિક વ્યક્તિને આઠ વર્ષ અને સાત મહિનાની સજા

રિયો ડી જનેરિઓની ટોચની સંઘીય અદાલતે બતિસ્તાને 'ઇનસાડર ટ્રેડિંગ' કેસમાં દોષી ઠેરવી હ

બ્રાઝિલની એક અદાલતે ઇનસાડર ટ્રેડિંગ કેસમાં બ્રાઝિલનાં એક સમયે સૌથી ધનિક વ્યક્તિ એઈક બતિસ્તાને આઠ વર્ષ અને સાત મહિનાની સજા સંભળાવી છે.

  સ્થાનિક અખબાર ઓ ગ્લોબોએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, રિયો ડી જનેરિઓની ટોચની સંઘીય અદાલતે બતિસ્તાને 'ઇનસાડર ટ્રેડિંગ' કેસમાં  દોષી ઠેરવી હતી.

    બાસઠ વર્ષીય બતિસ્તાને માર્કેટની હેરાફેરી કરવા અને તેની શિપબિલ્ડીંગ કંપની ઓએસએક્સમાં શેર વેચવા માટે વર્ગીકૃત માહિતીનો ઉપયોગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. કોર્ટે બતિસ્તાને 2.85 મિલિયન દંડ ભરવાનો આદેશ પણ આપ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે બતિસ્તાને વર્ષ 2018 માં સરકારી કરાર મેળવવા માટે લાખો ડોલરની લાંચ આપવા બદલ 30 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.

   હવાલા વ્યવસાયિક તપાસને લઇને ઓગષ્ટમાં તેની અટકાયત કરવામાં આવ્યા બાદથી તે નજરકેદ હેઠળ છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, બતિસ્તા બ્રાઝીલનો સૌથી ધનિક અને વિશ્વનાં સૌથી ધનિક લોકોમાંનો એક હતો, જેની સંપત્તિ 2012 માં લગભગ 30 અબજ ડોલર હતી.

(1:03 pm IST)