Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

૧૮થી ૨૯ની ઉંમરના યુવાઓ વર્ષમાં ૧૧૨ વખત સેકસ કરે છે

લંડન તા. ૧ : ખાસ કરીને સેકસ કરવાની કોઈ ઉંમર નક્કી નથી હોતી. આ તમારી ખુશી પર નિર્ભર કરે છે કે તમે વધતી ઉંમરમાં સેકસ લાઈફને સારી કેવી રીતે બનાવો છો. જોકે હાલમાં એક રિસર્ચમાં સેકસ સાથે જોડાયેલી વાત પર ખુલાસો થયો છે. હકીકતમાં કિન્ઝી ઈન્સ્ટીટ્યૂટ ઓફ રિસર્ચ ઈન સેકસ, રીપ્રોડકશન એન્ડ જેન્ડરે શોધ કરી. જેમાં ઉંમરના હિસાબથી વર્ષમાં કરાતા સેકસનો આંકડો રજૂ કરવામાં આવ્યો. રિચર્સનું પરિણામ ચોંકાવનારું હતું.

રિસર્ચમાં સામે આવ્યું કે ૧૮-૨૯ વર્ષના લોકો વર્ષમાં એવરેજ ૧૧૨ વખત સેકસ કરે છે. તો ૩૦થી ૩૯ વર્ષની ઉંમરના લોકો વર્ષમાં એવરેજ ૮૬ વખત સેકસ કરે છે. ૪૦થી ૪૯ વર્ષની ઉંમરના લોકોમાં આ સંખ્યા ૬૯ છે. હેરાન કરનારી બાબત એ રહી કે ૧૩ ટકા કપલ એવા હતા જેમના લગ્નને વર્ષ થવામાં જ સેકસ કરવાનું ખૂબ ઓછું થઈ ગયું હતું. ૪૫ ટકા લોકો એવા હતા જેઓ મહિનાના કેટલાક દિવસોમાં જ સેકસ કરતા હતા.

લગ્ન બાદ સેકસની ફ્રીકવેન્સી ઓછી થવાનું કારણ છે જવાબદારીઓનું વધવું, હેકિટક વર્ક શિડ્યૂલ, ઘરના કામ વગેરે. એકસપર્ટ્સનું માનવું છે કે ઉંમર વધવાની સાથે લોકોમાં બીમારીઓ પણ વધવા લાગે છે, જેનાથી સેકસથી દૂર થઈ જાય છે. રિસર્ચમાં ૩૪ ટકા લોકોએ અઠવાડિયામાં બે-ત્રણ વખત સેકસ કરવાનું સ્વીકાર્યું, તો સાત ટકા લોકો એવા હતા જે અઠવાડિયામાં ચારથી પાંચ વખત સેકસ કરતા હતા. જોકે ધ્યાન રાખો કે સેકસનો મતબલ થાય છે કે પોતાના સાથી સાથે સારો સમય પસાર કરવો. જયાં સુધી તમે અમે તમારો સાથી સેકસથી સંતુષ્ટ છે, ફરક નથી પડતો કે તેની ફ્રિકવન્સી શું છે.

(4:02 pm IST)