Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ઇન્ડોનેશિયાઃ અત્યાર સુધીમાં ૧૨૦૩ના મોતઃ ર હજાર મૃત્યુઆંક થવાની શકયતા

શકિતશાળી ભૂકંપ-સુનામીથી સૌથી વધુ તબાહી પાલુ શહેરમાં: ડોંગાલામાં મૃત્યુઆંક વધશે

જકાર્તા, તા.૧: ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુમાં શુક્રવારે આવેલા શકિતશાળી ભુકંપ અને તેનાથી પેદા થયેલી સુનામીથી મૃત્યુઆંક વધીને ૧૨૦૩ થયો છે. આપદા પ્રબંધન એજન્સીના જણાવ્યા મુજબ, ભૂકંપની સંખ્યા બે હજારએ પહોચ્યો છે. અત્યાર સુધીમાં વધુ પડતા મોત પાલુ શહેરમાં નોંધવામાં આવ્યો.

અધિકારીઓનું માનવું છે કે હજુ પણ અનેક લોકો લાપતા છે જેમાંથી અનેક કાટમાળમા દટાયેલા હોય શકે છે સુલાવેસી ટાપુનું મુખ્ય શહેર પાલુ અને ભુંકપના કેન્દ્રની પાસે આવેલા ડોંગાલા શહેર સૌથી વધુ પ્રભાવિત છે. પ્રભાવિત લોકો સુધી રાહત પહોંચાડવા માટે ઇન્ડોનેશીયાની સેનાને ઉતારવામા આવી છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ યુસુફ કાલાનું કહેવું છે કે હજુ સુધી ભુકંપના કેન્દ્રબિંદુની પાસે આવેલા શહેર ડોંગલામાં થયેલા નુકશાનની પુરી માહિતી મળી નથી ત્યાં મૃત્યું આંક હજાર સુધી પહોંચવાની શકયતા છે.

 ડોંગાલમાં ત્રણ લાખ લોકો રહે છે. બચાવકર્મીઓ હજુ સુધી પાલુ શહેર સુધી જ પહોંચી શકયા છે. ડોંગાલના અનેક વિસ્તારોમાં પહોંચવામાં સફળતા મળી નથી.

(4:02 pm IST)