Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ટેસ્ટ-ટયુબબેબી ટેકિનકથી દુનિયામાં પહેલી જ વાર બે સિંહબાળનો જન્મ

૧૮ મહિનાના સઘન પરીક્ષણ અને પરિશ્રમ બાદ વિજ્ઞાનીઓને આ સફળતા મળી છે

ડરબન, તા. ૧ : સાઉથ આફ્રિકામાં સિંહો પર આઇવીએફ ટેનિક સફળ થઇ છે. પ્રિટોરિયા યુનિવર્સિટીના સંશોધકોના સિંહણોના પ્રજનનતંત્રના સંશોધનમાં કૃત્રિમ ગર્ભાધાનનો પ્રયોગ સફળ થતા વિશ્વમાં પહેલી વખત બે ટેસ્ટયુબ સિંહબાળ અવતર્યા છે. પ્રિટોરિયા મેમલ રિસર્ચ ઇન્સ્ટિટયુટના ડિરેકટર એન્દ્રે ગાન્સવિન્ડે સંશોધન વિશે જણાવ્યું હતું કે રપ ઓગસ્ટે જન્મેલા સિંહબાળોમાં એક નર અને એક માદા છે. બન્ને હેલ્ધી અને નોર્મલ છે. ૧૮ મહિનાના સઘન પરીક્ષણ અને પરિશ્રમ બાદ વિજ્ઞાનીઓને આ સફળતા મળી છે. આ સિંહબાળો માટે અમે એક સ્વસ્થ્થ સિંહના સ્પર્મ લઇને સિંહણના હોર્મોન્સ નોર્મલ થયા  ત્યારે એ સ્પર્મ કૃત્રિમ પદ્ધતિએ એના શીરમાં ટ્રાન્સપોર્ટ કર્યા હતા. એ પ્રયોગમાં સફળતાનો અમને આનંદ છે. અનેક પ્રયત્નો કરવા પડયા હતા. એમાં અમારો ઝાઝો સમય પસાર થયો નથી. એ ટેકિનકનું પુરાવર્તન શકય છે એ ટેકિનકથી પૃથ્વી પરથી લુપ્ત થતી પશુઓની જાતિઓને બચાવવાની આશા જાગે છે.

ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના આંકડા મુજબ આફ્રિકાના ર૬ દેશોમાં સિંહોની પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી છે. બે દાયકામાં એ પ્રજાતિની વસ્તીમાં ૪૩ ટકાનો ઘટાડો થયો છે. હાલમાં સાઉથ આફ્રિકામાં લગભગ ર૦,૦૦૦ સિંહ છે. એમને બચાવવાના પ્રયાસો કરવામાં નહીં આવે તો આ પ્રજાતિના સિંહો ખરેખર લુપ્ત થશે. (૮.૪)

(9:57 am IST)