Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

શરીરમાં કેલ્શિયમની ખામીને દૂર કરવા માટે જરૂરી છે આ આહાર

કેલ્શિયમ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી હાડકા અને દાંતને મજબૂતી મળે છે. જ્યારે શરીરમાં કેલ્શિયમની ખામી હોય, તો હાડકા સંબંધી બીમારીઓ માણસને ઘેરી લે છે. પગનો દુઃખાવો, વા, વગેરે જેવા રોગોનું કારણ કેલ્શિયમની ખામી છે.

મહિલાઓના શરીરમાં આ તત્વોની ખામી વધારે હોય છે. કેટલાક લોકો તો દરરોજ કેલ્શિયમની દવાઓનું સેવન કરે છે. પરંતુ, ખાણી-પીણીમાં કાળજી રાખીને પણ કેલ્શિયમની પૂર્તિ કરી શકાય છે. કેટલાક આહાર એવા છે, જેનું નિયમીત સેવન કરીને તમારી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

આમળા : દૂધ સાથે આમળાના મુરબ્બાનું સેવન કરો.

સોયા મિલ્ક : સોયા મિલ્ક અથવા પનીર ખાવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.

તલ : તલ કેલ્શિયમની ખામી દૂર કરવામાં મદદરૂપ છે. તમારા ભોજનમાં તલનું તેલ અથવા સ્નેકસમાં તલ નાખી તેનું સેવન કરો. દિવસમાં એકવાર અડધી ચમચી તલ ખાવાથી પણ ફાયદો થાય છે.

અંજીર : બપોરે અને રાત્રે જમ્યા બાદ અંજીરનું સેવન કરો.

બદામ : દરરોજ સવારે પલાળેલ બદામનું ખાલી પેટે સેવન કરવું.

(9:55 am IST)