Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ચોમાસામાં આવી રીતે લ્યો રસોડાની સંભાળ

ચોમાસામાં બધી ગૃહિણીઓને જે સમસ્યા થાય  છે, તે છે રસોડામાં  અનેક વસ્તુઓનુ ખરાબ થઇ જવુ. ત્યારે જો વસ્તુઓને સ્માર્ટ રીતે સ્ટોર કરવામાં ન આવે તો મુશ્કેલી ઉભી થાય છે. એટલુ જ નહી આ ખાદ્ય પદાર્થના ઉપયોગથી ઇન્ફેકશન પણ થઇ શકે છે. તો જાણો ચોમાસામાં પણ કેવી રીતે રસોડાની સંભાળ લેવી જોઈએ.

આ ઋતુમાં ખાંડ અને મીઠાને ભેજથી બચાવવા માટે પ્લાસ્ટિક અથવા એલ્યુમિનીયમના ડબ્બામાં રાખવાને બદલે કાચના એરટાઇટ કન્ટેનરમાં રાખો. ઉપરાંત તમે ઇચ્છો તો કન્ટેનરમાં થોડા કાચા ચોખા પણ નાખી શકો છો. જે વધારાના ભેજને (શોષી) લે છે.

આ ઋતુમાં શાકભાજી પણ ઝડપથી બગડી જાય છે. ત્યારે તેને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને ખોલીને નહિં, પરંતુ ઝીપ લોક બેગમાં પેક કરીને રાખવા. શાકભાજી ઝીપ લોક બેગમાં રાખતા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખવુ  કે શાકભાજી ભીના ન હોય. જો શાકભાજી ભીના હોય તો કોળા કર્યા બાદ બેગમાં રાખવા.

ચોમાસામાં ખાવાનો  સામાન ઝડપથી હવાઇ જાય છે. તેના કુરકુરાપનને બનાવી રાખવા માટે એરટાઇટ ડબ્બામાં રાખો અથવા બ્લોટીંગ પેપરમાં વીંટીને રાખો.  પેકેટને ખોલ્યા બાદ વસ્તુ હવાઇ ન જાય  તેના માટે ફ્રીઝમાં રાખી શકો છો અને જમતા પહેલા માઇક્રોવેવમાં ગરમ કરી લો.

(9:56 am IST)