Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ટૂથપેસ્ટ દ્વારા નખની પીળાશને દૂર કરો

આજકાલ છોકરીઓ નખની  સુંદરતા માટે ઘણા પૈસા ખર્ચ  કરે છે. છતાં નખમાં પીળાશની સમસ્યા ઉભી થાય છે. તો જાણો આ સમસ્યા દૂર કરવા માટેના  ઘરેલુ ઉપાય.

ટુથપેસ્ટ  : ટુથપેસ્ટ માત્ર  દાંતની જ  નહી, નખની પણ  સફાઇ કરે છે. તેના માટે એક હાથના બધા નખ પર થોડું-થોડુ ટુથપેસ્ટ રાખો અને બંને હાથની આંગળીઓને એકબીજા સાથે ૨ મિનીટ સુધી ઘસો ત્યારબાદ સાદા પાણીથી સાફ કરો અને તેના પર મોશ્ચરાઇઝર લગાવવુ.

બેકિંગ સોડા :  એક ચમચી બેકિંગ સોડામાં તેટલી જ માત્રામાં લીંબુનો રસ મિકસ કરો. હવે તેને તમારા નખ પર લગાવો  અને ૫ મિનીટ સુધી રહેવા દો. બંને હાથની આંગળીઓને એકબીજા સાથે ઘસો.૧૦ મિનીટ બાદ નવશેકા પાણીથી  સાફ કરી લો.

લીંબુ : એક કપ નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નાખો. હવે આ પાણીમાં ૧૫-૨૦ મિનીટ સુધી મારા હાથને ડુબાડીને રાખો. તે દરમિયાન વચ્ચે તમે ફાઇલરથી નખને સાફ કરી શકો છો. ત્યારબાદ હાથને ટુવાલથી સાફ કરો અને મોશ્ચરાઇઝર લગાવો. 

(9:21 am IST)