Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સાડીમાં પણ વેસ્ટર્ન ટચ દ્વારા મેળવો સ્ટાઇલીશ લુક

સાડી એક એવુ પારંપારીક પરિધાન છે, જેમાં મહિલા સુંદર દેખાય છે. આજે બધી મહિલાઓને મોર્ડન લુક પસંદ છે.  તેથી તેઓ સાડી પહેરવાનો વિકલ્પ ઓછો પસંદ કરે છે. પરંતુ તમે ઇચ્છો તો ઇન્ડિન  લુકને થોડા ટ્વીસ્ટ સાથે પહેરી શકો છો. એટલે કે જો સાડીને થોડા અલગ પ્રકારે  પહેરવામાં આવે તો સાડીમાં પણ સ્ટાઇલીશ લુક મેળવી  શકાય છે.

સાડીને જો જેકેટ સાથે પહેરવામાં આવે તો  તમે ઈન્ડિન વેરમાં વેર્સ્ટન લુક મેળવી શકો છો. ઉપરાંત તમે હાફ સ્લિવ બ્લાઉઝ અથવા ક્રોપ ટોપ પહેરી શકો છો.

કલાસીક લુક મેળવવા માટે તમે બ્લાઉઝની સ્ટાઈલ ઉપર વધુ ધ્યાન આપો. તેના માટે હેવી બ્લાઉઝ વીથ ફુલ સ્લીવ  પહેરી શકો છો. સાદી સાડી  સાથે કોન્ટ્રાસ્ટ રંગનું બ્લાઉઝ સુંદર લાગે છે.

બ્લાઉઝમાં લાંબા ગળાની સ્ટાઇલ સુંદર લાગે છે. તે તમારી સાદી સાડીને  મોર્ડન લુક આપે છે. હાલ આગળથી પેક ગળુ અને પાછળથી ડીપ કટ બ્લાઉઝ ડીઝાઇન છોકરીઓ  વધુ પસંદ કરે છેે.    

રાજસ્થાની ટ્રેડીશ્નલ  આર્ટ વર્ક ફરી ફેશનની દુનીયામાં આવ્યો છે. પ્લેન  સાડી  સાથે આ પ્રકારની બ્લાઉઝ ડીઝાઇન  હાલ મહિલાઓની પ્રથમ પસંદગી બની છે.

(9:20 am IST)