Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ફિલિપીન્સમાં ૨૯ કરોડ રૂપિયાની લકઝરી કાર્સ પર ચલાવ્યું બુલડોઝર

લંડન, તા.૧: ફિલિપીન્સમાં ભ્રષ્ટાચાર અને દાણચોરીના દૂષણને ડામવા માટે ૨૦૧૬માં ચૂંટાઈ આવેલા પ્રેસિડન્ટ રાડ્રિગો ડુપ્ટેએ જબરદસ્ત ધાક બેસે એવું અભિયાન ચલાવ્યું છે. ભ્રષ્ટાચારના નાણાં વડે મોંઘી કાર અને મોટરસાઇકલો ખરીદવાનો શોખ શ્રીમંત નબીરાઓને હોય છે અને એથી તેઓ આ લાવવા માટે દાણચોરીનો માર્ગ પસંદ કરે છે. જોકે પ્રેસિડન્ટને આદેશના કારણે હવે દેશમાં ગેરકાયદે લાવવામાં આવતી લકઝરી કાર અને મોટરસાઇકલોને પકડવામાં આવે છે પર ચલાવ્યું બુલડોઝર અને આવી ૮૦૦ કાર અને મોટર સાઇકલો સરકારે જપ્ત કરી છે. લોકો ખોટી રીતે કમાણી કરીને આવાં વાહનોને દેશમાં લાવે નહીં એ માટે લોકોની નજર સામે આવાં વાહનો પર બુલડોઝર ચલાવી દેવામાં આવે છે. ગયા શુક્રવારે આશરે ૪.૨ મિલ્યન ડોલર (આશરે ૨૯ કરોડ રૂપિયા)ની કિંમતની લમ્બોર્ગિની, પોર્શ અને મલ્ટેન્ગ સહિતની ૬૮ કાર અને ૮ મોટરસાઇકલો પર આ રીતે જાહેરમાં બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ખુદ પ્રેસિડન્ટ હાજર રહ્યા હતા.(૨૨.૧૦)

(4:18 pm IST)