Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

દુનિયાની સૌથી શકિતશાળી શાકભાજી છે કંકોડા : ખાશો તો દુર ભાગશે બીમારીઓ

ગુણોનો ભંડાર છે કંકોડા : મીટથી ૫૦ ગણા વધુ શકિતશાળી : ડોકટર્સ પણ કરે છે પ્રીફર

નવી દિલ્હી તા. ૧ : આજે અમે તમને એક એવા શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જે દુનિયાની સૌથી શકિતશાળી શાકભાજી ગણાય છે. સાથે જ તે એક રીતે ઔષધિ પણ માનવામાં આવે છે. આ શાકભાજીમાં એટલી તાકાત છે કે, થોડા દિવસ તે ખાવાથી તમારું શરીર ફોલાદી થઈ જશે. આ શાકભાજીને આપણે કંકોડા અથવા મીઠા કારેલા તરીકે પણ ઓળખીએ છીએ. ફાઈબર તથા અનેક તત્વોથી ભરપૂર કંકોડા ખાવાથી તમારું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું રહી શકે છે.

કંકોડા સ્વાદિષ્ટ હોવાની સાથે પ્રોટીનથી ભરપૂર છે. આને ખાવાથી તમારું શરીર શકિતશાળી બનશે. કંકોડા માટે કહેવામાં આવે છે કે, તેમાં મીટથી પણ ૫૦ ઘણું વધુ પ્રોટીન હોય છે. તેને ખાવાથી શરીરમાં ફાઈટોકેમિકલ્સ વધે છે. કંકોડામાં ભરપૂર માત્રામાં એન્ટીઓકિસડેન્ટ હોય છે જે શરીરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે.

કંકોડા મોટાભાગે વરસાદી સીઝનમાં માર્કેટમાં આવે છે. ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ હોવાને કારણે દુનિયાભરમાં તેની ખેતી થઈ રહી છે. ભારતના પર્વતીય વિસ્તારોમાં કંકોડાની ખેતી ભરપૂર પ્રમાણમાં થાય છે.

મોટાભાગના લોકો અને ખાસ કરીને બાળકોને કંકોડા ભાવતા નથી. કાંટાળા હોવાની સાથે તેના બીજને લીધે બાળકોને તે પસંદ નથી પણ વયસ્ક લોકોમાં તે અતિ લોકપ્રિય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોનું તે પ્રિય શાકભાજી છે.

ઘણા ડોકટર્સ-ડાયેટિશિયન કંકોડા ખાવાની સલાહ આપતા રહે છે. હાઈ-બ્લડ પ્રેશર, અશકિત, હાઈ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓથી પીડાતા લોકોએ શકય તેટલા વધુ પ્રમાણમાં કંકોડા ખાવા જોઈએ. કંકોડામાં રહેલું મોમોરડીસિન અને ફાઈબર શરીર માટે રામબાણ છે.

જો તમને કંકોડાનું શાક પસંદ ન હોય તો તેનું અથાણું પણ નાખી શકાય છે. આયુર્વેદમાં કંકોડાને ઘણી બીમારીઓના ઈલાજ માટે ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તેનાથી પાચનક્રિયા સુધરે છે.

જાણીને આશ્ચર્ય થશે પણ કંકોડા કેન્સરને અટકાવવામાં પણ મદદરૂપ છે. આ ઉપરાંત નેત્ર રોગ, શરદી-ખાંસી મટાડવા અને વેઈટ લોસ કરવામાં પણ ઉપયોગી છે.

(3:48 pm IST)