Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

અનાનસનું સેવન કરો, વધશે રોગ પ્રતિકારક શકિત

અનાનસના ખાટા-મીઠા સ્વાદથી બધાના મોંમાં પાણી આવી જાય છે. અનાનસ સ્વાદમાં સારૂ હોવાની સાથે કેટલીય ગંભીર બીમારીઓથી પણ બચાવે છે.

અનાનસ તમારા હાડકા માટે સારૂ ગણવામાં આવે છે. તેમાં મેંગનીઝ સારી એવી માત્રામાં હોય છે. જ્યારે તમે તેનું સેવન કરો છો તો તમારી માંસપેશીઓ અને સાંધામાં થતી બળતરા ઓછી થાય છે અને અર્થરાઈટીસની સમસ્યામાંથી પણ રાહત મળે છે.

અનાનસ તમારી રોગપ્રતિકારક શકિત વધારે છે. જેમાં રહેલ વિટામીન સી તમારા રોગપ્રતિકારક તંત્ર માટે ખૂબ જ સારૂ હોય છે. ઉપરાંત ચોમાસામાં વાયરલ બીમારીઓ જેવી કે તાવ અને ફલુથી પણ રક્ષા કરે છે.

શરીરમાં બ્લડ સર્કુલેશન સારૂ કરવા માટે અનાનસનું સેવન કરી શકાય છે. તેમાં બ્રોમેલેન, પોટેશિયમ અને કોપરની ભરપુર માત્રા હોય છે. જે રકતસંચાર બરાબર કરવાનું કામ કરે છે.

અનાનસમાં ફાઈબર અને પાણી સારી એવી માત્રામાં હોય છે. જેના કારણે તે પાચનક્રિયા માટે ખૂબ જ સારૂ છે. તેની સાથે બ્રોમેલેન પણ હોય છે, જે પાચનક્રિયા માટે સારૂ ગણવામાં આવે છે.

(9:30 am IST)