Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

લ્યો બોલો... સવારે ખાલી પેટે પાણી પીવાથી પણ ફાયદા

સવારે ખાલી પેટે પાણી પીવુ એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ત્યારે એકથી સવા લીટર પાણી પીવુ જોઈએ.

૧. હંમેશા પાણી ઘૂટડે ઘૂટડે પીવુ જોઈએ કારણ કે તેનાથી આપણા શરીરમાં રહેલ લાળ પણ પેટમાં જાય છે અને પાચનક્રિયા સારી રહે છે.

૨. ખાલી પેટે પાણી પીવાથી પેટની ગંદકી દૂર થઈ રકત શુધ્ધ થાય છે.

૩. પાણી તમારા રકતમાંથી ઘાતક તત્વોને બહાર કાઢે છે. જેનાથી ત્વચા ચમકદાર બને છે.

૪. સવારે ખાલી પેટે પાણી પીવાથી માંસપેશીઓ અને નવી કોશિકાઓ બને છે.

૫. શરીરમાં મેટાબોલિઝમ વધી જાય છે. જેના કારણે વજન ઓછુ થાય છે.

૬. પેટ સારી રીતે સાફ થતા ભોજનમાંથી પોષકતત્વો યોગ્ય રીતે ગ્રહણ કરી શકે છે.

(9:29 am IST)