Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ચોમાસામાં રાખો ત્વચાની ખાસ સંભાળ

ચોમાસામાં બફારો, ગરમી અને પરસેવાના કારણે ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાઓ જેવી કે, ખંજવાળ, ઈરીટેશન, બળતરા થાય છે. તેથી આ ઋતુમાં ત્વચાનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. તો જાણી લો અમુક પ્રકારના ફેશપેક વિશે જેના ઉપયોગથી ચોમાસામાં થતી સ્કીન પ્રોબ્લેમથી છુટકારો મેળવી શકાય છે.

૧. કાકડીમાં કેટલાક એવા તત્વો હોય છે, જે ત્વચાને ઠંડક પ્રદાન કરે છે અને ડ્રાઈ સ્કીનની સમસ્યાથી છૂટકારો અપાવે છે. અડધી કાકડીને પીસીને તેમાં થોડુ ગુલાબજળ મિકસ કરી તમારા ચહેરા પર લગાવોે ૧૫ મિનીટ બાદ સાદા પાણીથી ધોઈ લો.

૨. જો તમારી ત્વચા ઓઈલી છે તો તેના માટે મુલ્તાની માટીનો ઉપયોગ ફાયદાકારક સાબીત થઈ શકે છે.  એક ચમચી મુલ્તાની માટીમાં બે ચમચી ગુલાબજળ અને મધ મિકસ કરી ચહેરા પર લગાવો. જ્યારે તે સૂકાઈ જાય તો ઠંડા પાણીથી ધોઈ લો.

૩. ઠંડુ દૂધ ત્વચામાં કલીનઝરની જેમ કામ કરે છે અને ચોમાસામાં થતી સ્કીન પ્રોબ્લેમથી છુટકારો અપાવે છે. બે ચમચી ઠંડા દૂધમાં એક ચમચી મધ મિકસ કરી તમારા ચહેરા પર લાગવો. જ્યારે તે સૂકાઈ જાય તો તેને ઠંડા પાણીથી ધોઈ લો.

૪. દહીં ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ચહેરા ઉપર રહેલ ડાઘ-ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. આ ફેશપેક બનાવવા માટે બે ચમચી દહીંમાં એક ચમચી ચણાનો લોટ મિકસ કરી પેસ્ટ બનાવી લો. હવે તેને તમારા ચહેરા પર અને ગરદન પર લગાવો. સૂકાઈ ગયા બાદ તેને સ્ક્રબ કરતા કરતા સાફ કરો અને સાદા પાણીથી ધોઈ લો.

(9:29 am IST)