Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

બેલ્જીયમમાં ચોકલેટ બનાવતા પ્લાન્ટમાં સાલ્મોનેલા બેક્ટેરિયા મળી આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: બેલ્જિયમ( Belgium)માં એક ચોકલેટ બનાવતા પ્લાન્ટમાં સાલ્મોનેલા બેક્ટેરિયા(Salmonella bacteria) મળી આવ્યા છે. પ્લાન્ટમાં બેક્ટેરિયાના સમાચાર મળ્યા બાદ ચોકલેટ પ્લાન્ટ(Chocolate Plant)માં ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. પ્લાન્ટમાંથી વેચાણ માટે મોકલવામાં આવેલ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્લાન્ટ સાથે સંકળાયેલા તમામ ડીલરોને ઉત્પાદન વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેલ્જિયમમાં જે પ્લાન્ટમાં બેક્ટેરિયા મળી આવ્યા છે તે વિશ્વનો સૌથી મોટો ચોકલેટ બનાવતો પ્લાન્ટ છે. આ પહેલા પણ સાલ્મોનેલા બેક્ટેરિયા(Salmonella bacteria) ની હાજરીની પુષ્ટિ થઈ ચૂકી છે. વિશ્વની સૌથી મોટી કંપની બેરી કેલેબૉટનો પ્લાન્ટ બેલ્જિયમના વિઝે શહેરમાં આવેલો છે. આ કંપની લિક્વિડ ચોકલેટ(Liquid chocolate) બનાવે છે, જે તેના ઉત્પાદનો ઘણી મોટી બ્રાન્ડ્સને સપ્લાય કરે છે. કંપની નેસ્લે ( Nestlé), યુનિલિવર (Unilever), હર્શે (Hershey), મોન્ડેલેઝ જેવી મોટી કંપનીઓને લિક્વિડ ચોકલેટ સપ્લાય કરે છે. આ પહેલા પણ અન્ય કંપનીઓના ઉત્પાદનોમાં સાલ્મોનેલા બેક્ટેરિયા હોવાની માહિતી સામે આવી છે. દક્ષિણ બેલ્જિયમના આર્લોનમાં સ્થિત ફેરેરો કંપનીના ઉત્પાદનમાં આની પુષ્ટિ કરવામાં આવી હતી.

 

(6:11 pm IST)