Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

બોયફ્રેન્‍ડના પિતાને પ્રેમ કરી બેઠી યુવતી

૬ વર્ષની યુવતીએ ૪૦ વર્ષના વ્‍યકિત સાથે પ્રેમસંબંધ શરૂ કર્યો : લગ્ન કર્યા

નવી દિલ્‍હી તા. ૧ : એક છોકરી ૬ઠ્ઠા ધોરણમાં હતી, જયારે તેણીને તેની ઉંમર કરતા ૨૪ વર્ષ મોટો માણસ પસંદ આવ્‍યો. આ વ્‍યક્‍તિ બીજું કોઈ નહીં પણ યુવતીના પૂર્વ બોયફ્રેન્‍ડનો પિતા હતો. જયારે છોકરી ૧૬ વર્ષની થઈ, ત્‍યારે તેણે ૪૦ વર્ષની ઉંમરના એક પુરુષ સાથે પ્રેમ સંબંધ શરૂ કર્યો. બાદમાં બંનેએ લગ્ન પણ કરી લીધા હતા.
દંપતીના પરિવાર અને મિત્રો આ સંબંધની વિરૂદ્ધ હતા, તેમ છતાં દંપતીએ સંબંધને આગળ વધારવાનો નિર્ણય કર્યો. આ છોકરીનું નામ છે સિડની ડીન. તેણી હવે ૨૭ વર્ષની છે. તેના પતિ પોલ ૫૧ વર્ષના છે. બંને અમેરિકાના ઓહાયોમાં રહે છે.
સિડની ડીન જયારે છઠ્ઠા ધોરણમાં હતી ત્‍યારે પતિ પોલને પહેલીવાર મળી હતી. ત્‍યારબાદ તે પોલના પુત્રને ડેટ કરતી હતી. બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. પરંતુ બંને મિત્રો જ રહ્યા. સિડની તેની અને તેના પરિવારના સભ્‍યો સાથે સમય પસાર કરવા તેના ઘરે જતો હતો.
સિડની પોલ સાથે જોડાણ અનુભવવા લાગી. જયારે સિડની ૧૬ વર્ષની થઈ ત્‍યારે બંને વચ્‍ચે રોમાંસ શરૂ થયો. અમેરિકાના ઘણા રાજયોમાં ૧૬ વર્ષની ઉંમરે સહમતિથી સેક્‍સ કરવું કાયદેસર છે.
બીજી તરફ, ઉંમરમાં મોટા તફાવતને કારણે, સિડની અને પોલના નજીકના મિત્રોમાં આ સંબંધને લઈને ગુસ્‍સો હતો. આમ છતાં બંનેએ વર્ષ ૨૦૧૬માં લગ્ન કરી લીધા હતા. હવે લગ્નને પણ લગભગ ૬ વર્ષ થવા જઈ રહ્યા છે. પરંતુ તેના મોટાભાગના નજીકના મિત્રો આ સંબંધને સ્‍વીકારતા નથી.
સિડની માને છે કે તેમનો સંબંધ પરંપરાગત સંબંધોથી ઘણો અલગ છે. તેણે કહ્યું- મેં ક્‍યારેય વિચાર્યું ન હતું કે હું પોલના પ્રેમમાં પડીશ. પરંતુ હું ખૂબ જ ખુશ છું કે મેં કર્યું. મેં ફક્‍ત પોલ સાથે જ રોમાન્‍સ કર્યો છે.
પોલને પહેલાથી જ બે બાળકો હતા. તે લાંબા સમય સુધી આ સંબંધની વિરુદ્ધ રહ્યો. પરંતુ હવે તે પણ પરિણીત છે અને તે હવે સિડની અને પોલના સંબંધોની વિરુદ્ધ નથી.

 

(3:10 pm IST)