Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

જર્મનીએ અફઘાનિસ્તાનમાંથી બધા સૈનિકોને પરત બોલાવ્યા

નવી દિલ્હી: જર્મનીએ અફઘાનિસ્તાનમાંથી તેના બધા સૈનિકો પરત બોલાવી લીધા છે. જર્મનીએ મે મહિનામાં અફઘાનિસ્તાનમાંથી તેના સૈનિકો પરત ખેંચવાનો પ્રારંભ કર્યો હતો.

અમેરિકાનું લક્ષ્‍ય ૧૧ સપ્ટેમ્બર સુધી પોતાના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લેવાનું છે તો તેની વચ્ચે જર્મનીેએ તેના બધા સૈનિકોને જર્મની પરત બોલાવી લીધા છે. જર્મનીએ મેમાં લશ્કરનું ઘરવાપસી અભિયાન શરુ કર્યુ હતુ તે પૂરુ થઈ ગયું છે. જર્મન રક્ષા મંત્રી એનેગ્રેટ ક્રેમ્પ કેરેનબાઉરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લગભગ ૨૦ વર્ષની હાજરી પછી આપણા સશસ્ત્ર બળના અંતિમ જર્મન સૈનિક અફઘાનિસ્તાનમાંથી નીકળી ગયા છે. આ સાથે એક ઐતિહાસિક અધ્યાય પૂરો થઈ ગયો છે. જર્મન સશસ્ત્ર દળનો અંતિમ સૈનિક હવે અફઘાનિસ્તાનમાંથી સલામત રીતે નીકળી ગયો છે. આમ વીસ વર્ષ પછી વિદેશોમાં અમારુ સૌથી ગહન લશ્કરી મિશન સમાપ્ત થઈ ગયું છે. ટ્વિટર મંત્રીએ ત્યાં સેવા પૂરી પાડનારા દોઢ લાખ પુરુષો અને મહિલાઓનો ધન્યવાદ આપતા જણાવ્યું હતું કે તેમની સેવા પર ગર્વ થવો જોઈએ. તેમણે અફઘાનિસ્તાનમાં હાજરી દરમિયાન માર્યા ગયેલા અને ઘાયલ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને જણાવ્યું હતું કે તમે ક્યારેય ભૂલાશો નહીં.

(6:04 pm IST)