Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કોરોના કાળમાં ઓસ્ટ્રેલિયામાં એક અનોખું ફંગસ પેદા થવા લગતા લોકોમાં ભયનો માહોલ

નવી દિલ્હી: કોરોના કાળમાં અનેક વસ્તુઓ થઈ છે કેટલીક સારી તો કેટલીક ખુબ જ ખરાબ. પરંતુ કેટલીક વસ્તુઓ વિચિત્ર પણ થઈ છે. કોરોનાકાળમાં ઓસ્ટ્રેલિયામાં એક એવું ફંગસ પેદા થવા લાગ્યું છે જે વિલુપ્થ થવાની કગાર ઉપર છે. આને જોતા એવું લાગે કે આ કોઈ જોમ્બીની આંગળીઓ હોય. અથવા તો કોઈ મૃત વ્યક્તિની સડેલી આંગળીઓ. આ ઓસ્ટ્રેલિયાના દક્ષિણી તટની પાસે એક દ્વીપ ઉપર ટૂટેલા અને પડેલા ઝાડમાં ઉગવા લાગી છે. જોમ્બી ફિંગરને વૈજ્ઞાનિક ભાષામાં હાઈપોફ્રિપોસિસ એમ્પ્લેકટેન્સ કહેવાય છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં સામાન્ય ભાષામાં ટી-ટ્રી ફિંગર કહેવાય છે. આને જોઈને લાગે છે કે જંગલમાં પડેલા વૃક્ષોમાં આંગળીઓ ઉપરની બહાર આવી છે. જેણે ઝાડના મૂળને પકડી રાખ્યું હોય. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં કેટલાક ગણતરીના સ્થળો ઉપર જોમ્બી ફિંગર્સ એટલે કે ટી-ટ્રી ફિંગર્સ જોવા મળે છે. આ ખુબ જ દુર્લભ હોય છે. ઓસ્ટ્રેલિયન રોયલ બોટેનિક ગાર્ડન્સ વિક્ટોરિયાએ આ અંગે તપાસ કરીને પુષ્ટી કરી કે ઓસ્ટ્રેલિયામાં બે અન્ય સ્થળો ઉપર પણ જોમ્બી ફિંગર્સ પડેલા ઝાડમાં ઉગતા દેખાયા છે.

 

(6:03 pm IST)