Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

તાજેતરમાં ફ્રાંસિસી અવકાશયાત્રી થોમસ પેસ્ક્વેટે પૃથ્વીની અનોખી તસ્વીર શેર કરી

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી આવતી તસ્વીરોમાં ઘરતી બિલકુલ અલગ જોવા મળતી હોય છે. તાજેતરમાં ફ્રાંસીસી અવકાશયાત્રી થોમસ પેસ્ક્વેટે (Thomas Pesquet) પૃથ્વીની એવી તસ્વીરો શેર કરી છે જે વાયરલ થઇ ગઈ છે. આ તસ્વીરો મધ્ય પૂર્વ એશિયામાં સ્થિત બહેરિનના ભાગોને લગતા વિશાળ રેતીના તોફાનની છે. ફ્રેન્ચ એરોસ્પેસ એન્જિનિયર, પાયલોટ અને યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી પેસ્ક્વેટ હાલમાં આઇએસએસ પર કાર્યરત છે. આઈએસએસની આ તેમની બીજી મુલાકાત છે. થોમસ પેસ્ક્વેટે ટ્વીટ કર્યું, 'રેતીનું તોફાન! મેં આજ સુધી અવકાશથી જોયું નહોતું, આ ખૂબ મોટું લાગે છે. હું આશ્ચર્ય થઇ ગયો છું કે સેંકડો કિલોમીટરમાં કેટલી ટન રેતી ફેલાયેલી છે. મધર અર્થમાં શક્તિ છે.'

(5:59 pm IST)