Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કોરોનમાં લોકોએ માસ્ક પહેરવાનું ઓછું કરતા 3 દેશોમાં 5 દિવસની અંદર 70 ટકા કેસ વધ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: કોરોના મહામારીની પહેલી અને બીજી લહેર દરમિયાન લોકોના માસ્ક પહેરવા પર ભાર આપવામાં આવ્યો હતો. દેશ-વિદેશના ડૉક્ટર્સથી લઈને WHO ચીફ સુધી તમામે માસ્કને કોરોનાથી બચવાનું મોટું માધ્યમ ગણાવ્યું છે. 3 દેશોમાં લોકોએ જેવુ માસ્ક પહેરવાનું ઓછું કર્યું, ત્યાં કોરોના કેસ 5 દિવસની અંદર 70% સુધી વધી ગયા. આ દેશોમાં ઈઝરાયલ, જર્મની અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. જર્મનીની આશરે અડધી આબાદી કોરોના દૂર થયા બાદ પણ માસ્ક પહેરવા માગે છે. એક રિસર્ચમાં સામે આવ્યુ છે કે, જર્મનીના આશરે 45% લોકો એવુ ઈચ્છે છે. આ દેશોમાં એક સર્વે કરવામાં આવ્યો છે, જેના પરિણામ નીચે મુજબ છે.

ઈઝરાયલમાં કોરોનાની પહેલી લહેરનો પીક 23 સપ્ટેમ્બર, 2020ના રોજ આવ્યો હતો. ત્યારે ત્યાં એક દિવસમાં સૌથી વધુ 11316 કેસ આવ્યા હતા. ત્યારબાદ 20 જાન્યુઆરી, 2021ના રોજ બીજી લહેરનો પીક આવ્યો. ત્યારે એક દિવસમાં સૌથી વધુ 10213 કેસ આવ્યા. 19 ડિસેમ્બર, 2020ના રોજ ઈઝરાયલમાં વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યુ. ત્યારે ત્યાં 2.5 હજાર કરતા વધુ કેસ એક દિવસમાં નોંધતા હતા. ત્યાં જેમ-જેમ વેક્સીનેશન વધતુ ગયુ, તેમ-તેમ ત્યાં કેસ પણ ઓછાં થયા ગયા. 18 એપ્રિલ, 2020ના રોજ ઈઝરાયલમાં ક્યાંય પણ જવા માટે માસ્કની અનિવાર્યતાને સમાપ્ત કરવામાં આવી. બીજા દિવસે એટલે કે 19 એપ્રિલથી જ કોરોનાના કેસ વધવાના શરૂ થઈ ગયા. ઈઝરાયલમાં શનિવાર સુધી 8 લાખ, 40 હજાર કરતા વધુ કેસ આવી ચુક્યા છે. 6 હજાર કરતા વધુ લોકોના મોત થઈ ચુક્યા છે અને 8 લાખ 33 હજાર લોકો સાજા થઈ ચુક્યા છે.

(5:58 pm IST)