Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

યુક્રેનમાં ચાલે છે 'બેબીફેકટરી': ૪૦ લાખ રૂપિયા ચૂકવો અને ઘરે લઈ જાઓ મનપસંદ બાળક!

યૂક્રેનમાં અનેક કંપનીઓ સરોગેટ બિઝનેસ ચલાવે છે. તેને લઈને તમામ પ્રકારના પ્રમોશનલ વીડિયો અને ઈવેન્ટ પણ ચલાવવામાં આવે છે

મોસ્કો, તા.૧: માતા બનવું દરેક સ્ત્રીની જિંદગીની તે ક્ષણ હોય છે. જયારે એક નાનકડા જીવ સાથે તે ભાવનાત્મક રીતે જોડાણ હોય છે. એવામાં જો બાળકનો જન્મ થાય અને તેને કોઈ બીજું લઈને જતું રહે તો. તો માતાના દિલની શું સ્થિતિ થશે? એ વિચારતાં જ આપણું મન ધ્રૂજી જાય છે પરંતુ આ દુનિયામાં એક દેશ એવો છે જયાં સરોગેસી લીગલ જ નહીં પરંતુ એક ધંધાની જેમ ચાલે છે. તેમને પેદા કરનારી માતાના અંદરની સંવેદના ખતમ કરીને તેમને ફેકટરી બનાવી દેવામાં આવે છે.

રશિયાની પાસે આવેલો દેશ યૂક્રેન પોતાની ખૂબસૂરતી માટે જાણીતો છે. પરંતુ આ દેશમાં કેટલીક એવી બદસૂરત હકીકત પણ છે, જેને સાંભળવી પણ મુશ્કેલ થઈ જાય છે. કેમ કે અહીંયા બાળકોને પેદા કરનારી ફેકટરીઓ ચલાવવામાં આવે છે. જયાં કોઈપણ વ્યકિત માત્ર ૪૦થી ૪૨ લાખમાં એક બાળકનો સોદો કરીને જતો રહે છે. આ બધું એટલું પ્રોફેશનલી થાય છે કે તેને પેદા કરનારી માતા વિશે કે તેના તેના ૯ મહિનાના સંઘર્ષ વિશે કોઈ કશું વિચારતું નથી.

ભારત, નેપાળ અને બાંગ્લાદેશ સહિત અનેક દેશોમાં સરોગેસીને લઈને કડકાઈની વચ્ચે યૂક્રેનમાં તેને લીગલ કરવામાં આવ્યું છે. જેથી આ કપલ્સ માટે તે સીધો રસ્તો છે જેમના બાળક થતાં નથી. ખાસ કરીને બ્રિટિશ કપલ યૂક્રેનમાં ચાલતી બાળકોની ફેકટરીમાંથી બાળકો લઈને આવે છે. ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે બિયાન્કા અને વિની સ્મિથને એક કપલે પોતાની સરોગેસી અને બાળકોની ફેકટરીની ધ્રૂજાવી દેનારી હકીકત સંભળાવી. તેમણે આ સર્વિસનો ઉપયોગ પોતાના બે જોડિયા બાળકો માટે કર્યો હતો.

આ કપલે ડેલી મેલને જણાવ્યું કે બ્રિટનમાં તો સરોગેસીની પરવાનગી છે પરંતુ યૂક્રેન એવો દેશ છે જયાં તેને એક ધંધાની જેમ ચલાવવામાં આવે છે. યૂક્રેનમાં તમામ કંપનીઓ સંગઠિત રીતે આ બિઝનેસ ચલાવે છે. તેના માટે પ્રમોશનલ વીડિયો અને ઈવેન્ટ ચલાવવામાં આવે છે. જેમાં બાળકોની સાથે ખુશ કપલ્સને જોઈને લોકો આકર્ષિત થાય છે. કપલનું કહેવું છે કે ભલે વીડિયો સરોગેટ્સની સારી સ્થિતિ દર્શાવે છે. પરંતુ હકીકતમાં તેમને કોઈ પશુની જેમ ટ્રીટ કરવામાં આવે છે.

બિયાન્કા અને વિનીએ જણાવ્યું કે તેમને પણ તેમની સરોગેટને લઈને ખોટી જાણકારી આપવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે સ્વચ્છ અને સારા વાતાવરણમાં રાખવામાં આવે છે. તે આ કામ માટે ટ્રેન્ડ છે. જોકે જયારે તે બાળકની ડિલીવરી માટે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે મહિલાઓને ડિલીવરી પહેલાં અત્યંત ખરાબ પરિસ્થિતિઓમાં રાખવામાં આવે છે. તેમને દ્યરના લોકો સાથે વાત કરવાની પરવાનગી પણ હોતી નથી. ગરમીમાં પણ એસીની સુવિધા મળતી નથી. તેમને દ્યણી ગંદકીમાં રાખવામાં આવે છે. આ કામ માટે તેમને વાર્ષિક ૧૦ લાખ રૂપિયા મળે છે. તેમ છતાં જે પ્રકારનું માનસિક અને શારીરિક દુખ અને દર્દ તે સહન કરે છે, તેની સામે આ પૈસા તો કંઈ પણ નથી.

(3:39 pm IST)