Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

નવી બિઝનેસ અપોર્ચ્યુનિટીઃ અમેરિકામાં હવે વન સ્ટોપ કોવિડ-૧૯ અસેન્શિયલસ્ટોર્સ ખૂલી રહયા છે

ન્યુયોર્ક,તા.૧ : ચોમાસુ રોગચાળા હોય કે કોરોના વૈશ્વિક રોગચાળો હોય, જે રીતે હોસ્પિટલો માટે બીમારીઓ બિઝનેસ અપોર્ચ્યુનિટી છે એ રીતે વેપારીઓ અને દુકાનદારો માટે પણ એ બિઝનેસ અપોર્ચ્યુનિટી બને છે. અમેરેકાના માયામીમાં વન સ્ટોપ કોવિડ-૧૯ અસેન્શિયલ્સની દુકાનો ખૂલી રહી છે. એમાં હેન્ડ સેનિટાઇઝર્સ, ડિસઇન્ફેકટન્ટ્સ, પોર્ટેબલ યુવી લાઇટ્સ સ્ટરિલાઇઝર્સ, શૂ કવર ડિસ્પેન્સસ, માસ્કસ, નો ટચ ડોર ઓપનર્સ વગેરે કોરોના-ઇન્ફેકશનથી બચવાની દરેક વસ્તુઓ ઉપલબ્ધ છે. ૩૫૦થી ૬૫૦ રૂપિયા સુધીની કિંમતે વિવિધ પ્રકારની ખુશ્બુ ધરાવતાં સેનિટાઇઝર્સ અને લગભગ ૩૪૦૦ રૂપિયાની કિંમતે બ્લેક લાઇજ મેટર માસ્ક તથા અન્ય પ્રકારના માસ્ક ઉપલબ્ધ થાય છે. જેમ કપડાંની દુકાનમાં દરેક જાતનાં કપડાં અને બાળકોનાં રમકડાંની દુકાનમાં દરેક ઉંમરનાં બાળકો માટે દરેક પ્રકારનાં રમકડાં ઉપલબ્ધ થાય છે એ રીતે આ સ્ટોર્સમાં કોવિડ-૧૯થી બચવા અને બીમારી થઈ હોય તો સાવચેતીનાં ફેન્સી અને સાદાં સાધન-સરંજામ ઉપલબ્ધ છે.

(2:55 pm IST)