Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

આ રીતે મોનસૂનમાં સુંદરતાની રાખો દેખભાળ

વરસાદની સિઝનમાં આમ જીવવાની મજા આવતી હોય છે અને આ સિઝનમાં પોતાના સાથે કે સ્વજનો સાથે લોન્ગ ડ્રાઈવ પર પણ જવાની ખૂબ મજા આવે. પરંતુ, શું તમને ખબર છે કે મોનસૂનમાં તમારી સ્કીનની દખભાળ રાખવું અત્યંત જરૂરી બની જાય છે કારણ કે આ સિઝન દરમિયાન બેકટેરીયલ ઈન્ફેકશન વધવાના ચાન્સ અત્યંત વધી જાય છે. આ સિઝનમાં ત્વચા બેજાન થઈ જાય છે અને વાતાવરણને કારણે આ સિઝનમાં જ પિંપલ્સની પણ સમસ્યા થાય છે. જોકે આવું ન થાય અને તમારી સ્કીન એકદમ મસ્ત રહે એ માટે તમે કેટલાય ઘરેલું નુસ્ખા અપનાવશો તો પણ તમારી બેડો પાર થઈ જશે અને તમે આ રોમેન્ટિક મોસમમાં એકદમ પરફેટક લુક ધરાવશો. આ માટે સૌથી પહેલા તો એ ધ્યાન રાખો કે જો તમે વરસાદમાં ભીંજાઈ ગયા હો તો ઘરના પાણીથી એકવાર ફરી ચહેરો ધોઈ નાખવો અને ડ્રાય નેપ્કીનથી ચહેરો લૂંછી નાખવો, જેથી વરસાદના પાણીથી બેકટેરીયલ ઈન્ફેકશન ન થાય. આ સિવાય ચોમાસા દરીમયાન એવા જ ફેસવોશ યુઝ કરો, જેમાં ઈન્ગ્રિડિયન સૌમ્ય હોય છે.

આ સિઝન દરમિયાન અઠવાડિયામાં એકવાર કલેન્ઝર કરવું અત્યંત મહત્વનું છે. આવું કરવાથી સિઝનને કારણેમૃત થયેલી કોશિકાઓ દુર થઈ જાય છે અને નવી કોશિકાઓનો વિકાસ થવા માંડે છે. આ કારણે ચહેરા પર ગ્લો છલકે છે અને  તમે આપોઆપ સુંદર દેખાઓ છો. તો વાળ માટે આ સિઝનમાં હોટ ઓઈલ મસાજ અત્યંત મહત્વનું બની જાય છે. કારણ કે ભીના થઈ જવાના કારણે વાળમાં ખોળો થવાની સંભાવના વધી જાય છે. વળી મૂળમાંથી પણ તે નબળા પડવા માંડે છે. આથી અઠવાડીયમાં એકવાર વાળના મૂળ સુધી હૂ઼ફાળા તેલથી મસાજ કરવું. તેમજ જો વાળ વરસાદમાં ભીના થઈ જાય તો ટોવેલથી થપથપાવીને જ તેને સૂકા કરવા.

 

(10:02 am IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ' વીબો ' ચાઈનીઝ એપ્પ ડીલીટ કરી : એપ્પની 115 મેટરમાંથી 113 મેટર પણ ડીલીટ કરી નાખી : આ એપ્પ ઉપર વડાપ્રધાનના 2 લાખ 44 હજાર ફોલોવર્સ હતા access_time 7:11 pm IST

  • 1 ઓગસ્ટ સુધીમાં સરકારી બંગલો ખાલી કરી નાખો : તેનાથી મોડું થશે તો પેનલ્ટી ચૂકવવી પડશે : પ્રિયંકા ગાંધીને હાઉસિંગ એન્ડ અર્બન મિનિસ્ટ્રીનો આદેશ : સ્પેશિઅલ પ્રોટેક્શન ગ્રુપ સિક્યુરીટીમાંથી ઝેડ પ્લસ સિક્યુરીટીમાં મુકાયા હોવાથી આ બંગલામાં રહેવાની જોગવાઈમાંથી બાકાત access_time 7:19 pm IST

  • વિધાનસભાની પેટાચૂંટણી બાદ કોંગીના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષી નેતા બદલાશે ? : ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ બદલાવવા અંગે હાઇકમાન્ડમાં મંથનઃ રાજસ્થાન, બિહાર, આસામમાં પણ પ્રદેશ અધ્યક્ષ બદલાઇ શકે છે. access_time 12:57 pm IST