Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

મોનસુન ફેશન : આ સીઝનમાં ટ્રેન્ડ કરી રહ્યા છે સ્ટાઇલિશ ફૂટવેર!

એક સારો વિકલ્પ એ છે કે તમે મોનસુનમાં એવા ફુટવેરનો ઉપયોગ કરો, જે તમને વરસાદની સીઝનમાં ફેશનેબલ બનાવી રાખવાની સાથે સાથે તમારા પગનું પણ ધ્યાન રાખે.

વરસાદની સીઝન લગભગ બધાને  ગમતી હોય છે પણ આ સીઝનમાં થતી કીચડ અને જગ્યાએ જગ્યાએ ભરાતાં પાણીને કારણે ઘણા લોકોની મુશ્કેલીઓ વધી જતી હોય છે. આવામાં તમને જણાવીએ કે વરસાદની સીઝન સ્ટાઇલીશ અને કમ્ફર્ટેબલ રહેવા માટે તેમજ ફેશનેબલ દેખાવા માટે ડ્રેસ તો મળી જતાં હોય છે પણ તમે સેન્ડલ્સ કે શૂઝ વિશે વિચરતાં રહી જાઓ છો. એવામાં એક સારો વિકલ્પ એ છે કે તમે મોનસુનમાં એવા ફૂટવેરનો ઉપયોગ કરો, જે તમને વરસાદની સીઝનમાં ફેશનેબલ બનાવી રાખવાની સાથે સાથે તમારા પગનું પણ ધ્યાન રાખે.

આમ તો વરસાદમાં લપસવાના ડરથી લોકો બુટ કે ચંપલ પહેરતા હોય છે પણ બુટમાં પાણી જવાના કારણે, ભીના બુટ તમને ખુબ જ અનકમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. ચપ્પલ વરસાદમાં યોગ્ય છે પણ તે તમારા લુકને બગાડી છે, આવામાં અમે તમને જણાવીએ કે વરસાદની સીઝનમાં તમે સ્ટાઇલીઝ અને કમ્ફર્ટેબલ સ્લીપર વિશે જે તમને ઓછા બજેટમાં મળી જશે, અને સરળતાથી મોનસુનમાં વાપરી શકો છો. આ સ્લીપર પહેરીને  તમે વરસાદના દિવસોમાં સારૂ અનુભવ કરશો. આ રીતે રેઇની સ્લીપર તમારા પગને કીચડથી પણ બચાવશે અને તમને લપસવાની પણ બચાવશે.

કલોગ સેન્ડલ : કલોગ સેન્ડલ વરસાદની સીઝનમાં સૌથી સારો વિકલ્પ છે. આમાં તમારા પગને આરામ આપવાની સાથે સ્ટાઇલીશ લુક પણ મળે છે અને તમે આ ફુટવેર ફોર્મલ સિવાય દરેક ડ્રેસિંગ સ્ટાઇલ પર કેરી કરી શકો છો.

 

(10:02 am IST)