Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

બચ્ચાને ખાવાનું નહીં, સિગારેટનું ઠૂંઠૂં ખવડાવતું પંખી જોયું છે?

ન્યુયોર્ક તા. ૧: અમેરિકાના સેન્ટ પેટીઝ બીચ પર ગયા અઠવાડિયે કરેન મેસન નામના એક ભાઇએ ખેંચેલી તસવીર સોશ્યલ મીડિયા પર જબરી વાઇરલ થઇ છે. એ તસવીરમાં એક પંખી તેનાં નવજાત બચ્ચાંને ચાંચમાં ખાવાનું આપી રહ્યું છે. સામાન્ય રીતે પંખી અનાજના દાણા કે ફળના ટુકડા વીણી લાવીને બચ્ચાંને ખવડાવતાં હોય છે, પરંતુ અહીં મા બચ્ચાંના મોંમાં ખોરાકને બદલે સિગારેટનું ઠૂંઠૂં મૂકી રહી છે. સિગારેટ પીને જયાં ત્યાં ફેંકી દેવાતાં ઠૂંઠાંને કારણે પંખીઓ પણ એનો ભોગ બની શકે છે. કરેન મેસને પોતાની ફેસબુક-પોસ્ટ પર આ તસવીર સાથે લોકોને અપીલ કરી હતી કે જો તમારે સ્મોકિંગ કરીને તમારૃં શરીર બગાડવું હોય તો ભલે બગાડો, પણ એનાં ઠૂંઠાં જયાં-ત્યાં નાખીને નિર્દોષ પંખીઓને તો પરેશાન ન કરો.'

(3:49 pm IST)