Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

પેરન્ટસ સાથે ઝઘડો થતાં દીકરાએ બગીચામાં ગુફા ખોદીને ભૂગર્ભમાં ઘર બનાવી દીધું

લંડન, તા.૧: માતા-પિતા સાથે વિવાદ થવો કે તેમની સાથે ચડભડ થવી એ ખૂબ સામાન્ય છે અને લગભગ દરેક પરિવારમાં આવું થતું હોય. જોકે સ્પેનમાં એન્ડ્રેસ કેન્ટો નામના એક ટીનેજરનો કિસ્સો અનોખો છે. છ વર્ષ પહેલાં કેન્ટોનો તેનાં માતા-પિતા સાથે એકવાર મોટો ઝઘડો થયો હતો. તેમણે તેને ટ્રેક સૂટ પહેરીને ઘરની બહાર જવાની ના પાડતાં રોષે ભરાયેલા કેન્ટોએ પાવડો લઈને દ્યરની બહારના બગીચામાં અલગ રહેવા માટે ઊંડી ગુફા ખોદવાનું શરૂ કરી દીધું હતું.

સ્કૂલ પછીના સમયમાં તેમ જ ફાજલ સમયમાં ભૂગર્ભમાં ગુફા બનાવવામાં તેણે છ વર્ષ વિતાવ્યાં હતાં. તેના મિત્રએ ન્યુમનેટિક ડ્રીલ મેળવી આપતાં તેનું કામ વધુ ઝડપી બન્યું હતું. બન્ને મિત્રોએ મળીને અઠવાડિયાના ૧૪ કલાક જેટલું ખોદકામ કરીને છેલ્લાં છ વર્ષમાં તૈયાર કરેલી આ ગુફામાં વાઇ-ફાઈ કનેકશન ઉપરાંત સંપૂર્ણપણે કાર્યક્ષમ હિટિંગ સિસ્ટમ પણ બેસાડી છે. આ ગુફામાં સીટિંગ રૂમ તેમ જ બાથરૂમ પણ છે. તે પોતાના કાર્યથી ખુશ તો છે પણ તેને હજી નથી સમજાઈ રહ્યું કે પોતે કઈ વાત પર આટલો રોષે ભરાઈને ગુફા તૈયાર કરી રહ્યો હતો. ભાઈ થોડા ઠંડા પડ્યા છે એટલે શકય છે કે પેરન્ટસ સાથે તેનું પેચ-અપ થઈ જાય. જો એવું થશે તો તે આ ગુફાનું શું કરશે? આ વિચાર તેને અને તેના મિત્રને આવ્યો જ હશે.(

(3:58 pm IST)