Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

હવે આ ચપ્પલ કોરોનથી બચવામાં મદદરૂપ સાબિત થઇ શેક છે:સંશોધન

નવી દિલ્હી:દુનિયાના નાના-મોટા દેશમાં વૈજ્ઞાનિક કોરોના વાયરસ વૈકસીન બનાવવાની શોધ કરી રહ્યા છે ત્યારે હજુ સુધી  તેને સફળતા મળી નથી વૈજ્ઞાનિકોનું માનવું છે કે જ્યાં સુધી  મહામારીની રસી  નહીં બની જાય ત્યાં સુધી સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવું ખુબજ  જરૂરી છે. હવે કોરોનાથી બચવા માટે ચપ્પલ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં ખુબજ મદદરૂપ સાબિત થઇશકે છે.

મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રોમાનિયાઈ શૂઝ મેકર ગ્રિગોર લુપે એક આઈડિયા શોધી કાઢ્યો છે જેમાં લોકો સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરી શકશે। આ  ચપ્પલને પહેરનાર લોકો સામસામે ઉભા તો રહેશે પરંતુ તે નજીક નહીં પહોંચી શકશે। તેમની વચ્ચે એકથી દોઢ મીટરનું અંતર ફરજીયાત રહેશે.

(6:52 pm IST)