Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

પાકિસ્તાન સરકારને ફરી એકવાર લોન લેવાની નોબત આવી શકે છે

નવી દિલ્હી: પાકિસ્તાન સરકાર વિદેશી દેવું ચૂકવવા અને તેના વિદેશી વિનિમય ભંડારને મજબૂત બનાવવા માટે 15 અબજ ડોલરની નવી લોન લેવાની યોજના બનાવી રહી છે. પાકિસ્તાન દ્વારા કોઈપણ એક વર્ષમાં લેવામાં આવેલી આ સૌથી વધુ લોન હશે. પાકિસ્તાનની મીડિયા રિપોર્ટમાં આ અંગે માહિતી આપવામાં આવી.આ લોન મેળવી જૂની લોનની ચૂકવણી કરશે

સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં લગભગ 15 અબજ ડોલરના વિદેશી લોનમાંથી લગભગ 10 અબજ ડોલરનો ઉપયોગ પરિપક્વ થઈ રહેલી જૂની લોનની ચુકવણી માટે કરાશે. આ રકમ વ્યાજ ચુકવણી સિવાયની છે. જ્યારે બાકી રહેલ મૂડી બાહ્ય જાહેર લોનનો ભાગ બનશે. જે આ વર્ષે માર્ચના અંત સુધી વધીને 86.4 અબજ ડોલર સુધી પહોંચી ચૂકી છે.

(6:50 pm IST)