Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

નિરાશા ખંખેરોઃ આશાવાદી બનોઃ કોરોનાએ મનોબળ તોડયું અને અહંકારનો અર્થ નથી એ સમજાવ્યું

ખિસ્તી ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસ કહે છે

 રોમઃ ઈસાઈ ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસે કોરોના મહામારીને લીધે લોકોની વ્યથિક મનોસ્થિતિનુ વર્ણન કરતા વર્તમાન સમયને નિરાશાવાદી સંબોધ્યો છે. તેમણે લોકોને સંબોધન કરતા એમ પણ કહ્યુ કે આ સ્થિતિમાં લોકોએ નિરાશાવાદી બનવાથી બચવુ જોઇએ. પોપ ફ્રાન્સિસે કહ્યુ કે લાંબા સમયથી લાગૂ કરાયેલા લોકડાઉનથી બહાર આવ્યા પછી લોકો કહી રહ્યા છે કે હવે કંઇપણ પહેલા જેવુ સામાન્ય નહીં રહે.

રવિવારે સેન્ટ પીટર બૈસિલિકાના સમારોહમાં પોપ ફ્રાન્સિસે આ સંબોધન કર્યુ હતું. ફ્રાન્સિસે કહ્યુ કે લોકોમાં ધારણા બંધાઇ ગઇ છે કે, હવે કંઇપણ પહેલા જેવુ સામાન્ય નહીં રહે. આ સ્થિતિ આશાઓને જીવંત નહી રહેવા દે.

 તેમણે આ સમયે એકબીજાની સાથે રહેવા ભલામણ કરી હતી. પોતાના સંબોધનમાં પોપ ફ્રાન્સિસે કહ્યુ કે, મહામારી શીખવી રહી છે કે અહંકાર કેટલો ખોટો છે, માત્ર જરૂરિયાતોનુ ધ્યાન રાખવુ, ભેદભાવ કરવો, ભૂલો ન સ્વીકારવીએ કેટલી ખોટી બાબતો છે. પોપે જણાવ્યુ કે આ સમયે નવી શરૂઆતની જરૂર છે. દરેક બાબતે નકારાત્મક નજરિયાને બદલવો પડશે અને નિરાશાવાદી વિચારોથી દૂર રહેતા શીખવુ પડશે.

(2:50 pm IST)