Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કોરોના ટેસ્ટ જાતે કરે એવો રોબો તૈયાર થયો ડેન્માર્કમાં

યુનિવર્સિટી ઓફ સધર્ન ડેન્માર્કની ૧૦ લોકોની ટીમે એવો રોબો તૈયાર કર્યો છે જે દરદીના મોં-નાકમાંથી સ્વોબ લઈને એનું જાતે જ પરીક્ષણ પણ કરી શકે છે. આ રોબોને કારણે ચેપી વ્યકિતઓને સેમ્પલથી ડોકટર અને પેથોલોજિસ્ટને વાઇરસના ડાયરેકટ સંસર્ગમાં નહીં આવવું પડે. આ વિશ્વનો સૌપ્રથમ ઓટોમેટિક કોરોના ટેસ્ટિંગ રોબો છે જે થ્રી-ડી પ્રિન્ટરની મદદથી બન્યો છે. આ રોબોનો ઉપયોગ ટૂંક સમયમાં જ ટેસ્ટિંગ માટે શરૂ કરવામાં આવશે.

(2:49 pm IST)