Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

જપાનમાં હવે પોકેમોન થીમનાં વેડિંગ પણ થઇ શકશે

પ્લોયો તા.૧: જયારથી પબ્જી ગેમ આવી છે ત્યારથી પોેકેમોનના વળતા પાણી થવા લાગ્યા છે. જો કે હજીયે પોકેમોનનો ચાહકવર્ગ છે. જ એક સમયે દુનિયાભરના ગેમરસિયાઓને ઘેલું લગાડનાર પોકેમોન ગેમના મેકસેં હવે કમાણીનો નવો રસ્તોઙ્ગશરૂ કર્યો છે. ધ પોકેમોન કંપનીએ એક વેડિંગ પ્લાનિંગ કંપની સાથે મળીને પોકેમોન થીમના લગ્ન ગોઠવી આપતી સર્વિસ શરૂ કરી છે.આ ખાસ લગ્નમાં બે પિકાચુ મેસ્કોટ દુલ્હા અને દુલ્હન બનીને કાર્યક્રમમાં હાજર રહેશે. એ ઉપરાંત મેનુ,કેક અને વેન્યુની સજાવટ પણ પોકેમોન થીમની રહેશે. યુગલને મેરેજ સર્ટિફિકેટ પણ પોકેમોનની ઇમેજ સાથે તૈયાર કરેલું મળી શકશે. હાલમાં આ પ્રકારની ઓફર જપાનમાં જ છે, પણ જો અને સારો રિસ્પોન્સ મળે તો બીજા દેશોમાં પણ એનો ફેલાવો થશે.

(3:48 pm IST)