Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

બદામનું દુધ પીવું જોઇએ ?

ગાયના દુધનો સૌથી ઉત્તમ વિકલ્પ છે : બદામના દુધનો વાર્ષિક ૭૦૦ મીલીયન ડોલરનો બિઝનેસ

બદામ પ્રોટીન અને આરોગ્યપ્રદ ચરબીથી ભરપૂર છે પણ બદામનું દુધ ગાયના દુધનો આરોગ્યપ્રદ વિકલ્પ બની શકે ? ૪-પ ન્યુટ્રીશન નિષ્ણાતો અનુસાર બદામનું દુધ એવું દુધ છે જેને તમે લાંબો સમય ફ્રીઝમાં રાખી શકો

બદામનું દુધ બનાવવા માટે સૌથી પહેલા તેને દળીને પાણીમાં બ્લેન્ડ કરીને પછી ગાળી લેવાનું હોય છે તેને બનાવવું બહુ અઘરૃં નથી અને આજકાલ તે બહુ પ્રચલિત બની રહ્યું. ફોરર્મુન સેઝેનીન અનુસાર પાંચ વર્ષ પહેલા દુધના વેચાણની સામે બદામના દુધનું વેચાણ એક ટકો પણ નહોતું જે અત્યારે ૪.૧ ટકાએ પહોંચી ગયું છે તેનું વેચાણ વર્ષે ૭૦૦ બિલીયન ડોલરથી પણ વધારેનું થઇ ગયું છે.

પ્રાણીજન્ય પદાર્થો ન ખાનારા અને દુધની એલર્જી ધરાવતા લોકો માટે તે બહુ પસંદગી પાત્ર દૂધ છે તે વિવિધ પ્રકારના ફલેવરમાં પણ મળે છે તેમ કબીવલેન્ડ ન્યુટ્રીશન સવિસના મેનેજર અને રજીસ્ટર્ડ ડાયેટીશ્યન ક્રિસ્ટીન કર્કપેટ્રીક કહે છે. ગાયના દુધ કરતા બદામના દુધમાં અડધી કેલરી હોવાથી, જે લોકો વજન ઘટાડવા માગતા હોય તેમના માટે ઉત્તમ છે. ઉપરાંત તે પ્રાણીજન્ય ઉત્પાદન ન હોવાથી તેમાં કોલેેસ્ટ્રોલ પણ નથી હોતું. છતાં પણ તે ગાયના દુધની સામે પોષણની દૃષ્ટિએ ઉભુ રહી શકે છે.

ટફટ મેડીકલ સેન્ટરના ન્યુટ્રીશન વિભાગના રજીસ્ટર્ડ ડાયેટીશ્યન એલીસીઆ રોમાનો કહે છે કે ડેરીના દુધ, સોયા મીલ્કની સરખામણીમાં બદામના દુધમાં પ્રોટીન ઓછું હોય છે. ગાયના દુધ અથવા સોયા મિલ્કના એક ગ્લાસમાં ૮ ગ્રામ પ્રોટીનની સામે બદામના દુધમાં માંડ એક ગ્રામ પ્રોટીન હોય છે. બદામ પ્રોટીનથી ભરપુર હોય છે એટલે આપણને આ આશ્ચર્યજનક લાગે પણ બદામના દુધમાં મોટાભાગે પાણી હોય છે અને તેનો બદામ વાળો ભાગ ગળાઇ જતો હોવાથી આવું થાય છે. અમેરિક યુનિવર્સિટીના રજીસ્ટર્ડ ડાયેટીશ્યન જો. એન. જોલી કહે છે મને એ મુંજવણ કાયમ રહે છે કે બદામના દુધમાં ન તો દુધનો ફાયદો મળે છે, ન દુધનો, એટલે હું તો એટલું જ કહી શકે તમને જો બદામનું દુધ ભાવતું હોય તો પીવાય પણ તેનું લેબલ ચોક્કસ વાંચવું જોઇએ તેમાં જો એડેડ સુગર અને વધારે પડતા એડેટીવ્યસ જોવા મળે તો તેનાથી ફાયદાની જગ્યાએ નુકસાન થવાની શકયતા વધી જાય (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:48 pm IST)