Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

બાળકની યાદશકિત અને ભાષાભંડોળ સુધારવા હાર્મોનિયમ, વાયોલિન કે ગિટાર શીખવો

મુંબઇ તા.૧: સંગીતની બાળકના મગજ પર બહુ ઊંડી અસર થતી હોય છે એવું અનેક અભ્‍યાસમાં કહેવાયું છે. જોકે માત્ર સંગીત સાંભળવાથી થતા ફાયદા અને સંગીતનાં વાદ્યો વગાડતાં શીખવાથી થતા ફાયદામાં ઘણો ફરક છે. નેધરલેન્‍ડ્‍સના અભ્‍યાસકર્તાઓનું કહેવું છેકે બાળકોને નાનપણથી જ મ્‍યુઝિકલ ઇન્‍સટ્રુમેન્‍ટ્‍સ શીખવવામાં આવે તો તેમની મગજની કામગીરી સતેજ બને છે. લાંબા ગાળે એનાથી મેમરી શાર્પ બને છે. અને ભાષાભંડોળ સમૃધ્‍ધ બને છે. એમ્‍સ્‍ટરડેમની એક આર્ટ ઈન્‍સ્‍ટિટયુટના તજજ્ઞોએ ૧૪૭ પ્રાઇમરી સ્‍કૂલમાં ભણતાં બાળકોને સંગીતનાં વાદ્યો શીખવવાનો પ્રયોગ કરીને આ તારવ્‍યું છે. બાળકો નાનાં હોય છે ત્‍યારે તેમને જે પસંદ હોય એ સંગીતનું વાદ્ય શીખવવામાં આવે તો મગજ શિસ્‍તબધ્‍ધ થવામાં મદદ થાય છે. કોઇ ટયુન સાંભળીને એ મુજબ યાદ રાખીને એને વાદ્ય પર વગાડવાનું કામ કુદરતી રીતે જ બ્રેઇનપાવન વધારે છે. લગભગ છ થી આઠ મહિના સુધી હાર્મોનિયમ, ગિટાર, તબલાં, વાયોલિન જેવા વાદ્યો વગાડવાની પ્રેકટીસ કરનારાં બાળકોની ભાષા સંગીત ન શીખતા અન્‍ય બાળકોની સરખામણીએ ઘણીસારી હોવાનું નોંધાયું હતું. મ્‍યુઝિકલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ્‍સ વગાડનારાં બાળકો મેમરી ટેસ્‍ટમાં પણ અન્‍ય બાળકો કરતાં અવ્‍વલ હતા.

(4:07 pm IST)