Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

૪૭ વર્ષ સુધી ૧૫ કિલોની ગાંઠ ગરદન પર લઇને ફર્યા આ ભાઇ

બીજીંગ તા ૦૧ : ચીનના પનઝાઉ શહેરમાં રહેતા ઝાઓ શિન્‍ગકુ નામના ૬૪ વર્ષના  કાકાની ગરદન પર જાણે મોટો પથ્‍થર મુકયો હોય તેવી ગાંઠ થઇ હતી. પૈસાની અછત અને દુખાવારહિત ગાંઠ હોવાથી તેમણે ત તેરફ ખાસ ધ્‍યાન આપ્‍યું નહીં. ઝાઓ જયારે ૧૭ વર્ષના હતા ત્‍યારે તેમને ઇંડાની સાઇઝની ગાંઠ ગરદન પર દેખાઇ. સ્‍થાનિક ડોકટરને બતાવ્‍યું તો તેમણે કહ્યુ કે આ તો ચરબીની ગાંઠ છે એનાથી કોઇ તકલીફ નહીં થાય. જોકે આ ગાંઠની સાઇઝ ખુબ વધતી ચાલી. લગભગ એકાદ દાયકામાં તો એ બે તરબુચ જેટલી મોટી થઇ ગઇ. એ છતા આર્થિક સ્‍ગિતી નબળી હોવાથી ઝાઓએ કોઇપણ સારવાર કરાવવાનું ટાળ્‍યુ. તેમને સુવા માટે માથે તકીયાની જરૂર નહોતી રહેતી ચરબીની ગાંઠ હોવાથી દુખાવો નહીંવત હતો, પરંતુ આટલુ બધુ વજન  સતત શરીર પર ઉંચકીને ફરવાનું અઘરૂ હતું યુવાનીના દિવસો  તો જેમ તેમ નીકળી ગયા પણ હવે વધતી ઉૈંમરને કારણે વજન સાથે ચાલવાનું અઘરૂ થઇ ગયું આખરે તેના દીકરાએ પૈસા એકઠા કરીને પિતાની ગાંઠ દુર કરાવવાની જોગવાઇ કરી. ગયા અઠવાડીયે ડોકટરોએ સર્જરી કરી જે દસ કલાક ચાલી. કાપેલી ગાંઠનું વજન ૧૪.૯ કિલો હતું જો કે હજી પાંચેક ટકા જેટલો ગાંઠનો ભાગ ગરદન પર છે. ડોકટરોનું માનવું છે કે હવે ફરીથી ચરબીની ગાંઠ વધશે નહીં સર્જરી કર્યા પછી હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ થતી વખતે ડોકટરોએ જયારે ઝાઓ કાકાને પુછયુ કે ગરદન પરથી ભાર ઉતરી ગયા પછી કેવુ લાગે છે ? તો કાકા કહે છે ભાર વિનાની ગરદન સાથે જીવવાનું હજી ફાવતુ નથી.

(4:52 pm IST)