Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

શું તમારા વાળ પણ સતત ઉતરે છે?

વાળ ઉતરવા એ એક સામાન્ય સમસ્યા છે. આજકાલ મોટા ભાગના લોકો આ સમસ્યાથી હેરાન હોય છે. જો તમારૂ નામ પણ આ લીસ્ટમાં આવે છે તો હવે તમારે  હેરાન થવાની જરૂર નથી, પણ તેની સાચી રીતે સંભાળ લેવાની જરૂર છે.

વાળની મજબૂતી માટે ખૂબ જ જરૂરી છે કે તમે સારા હેર પ્રોડકટનો ઉપયોગ કરો. હેર પ્રોડકટ એવા હોવા જોઈએ કે વોલ્યુમનાઈઝીંગ, કલીરિફાઈંગ અને બેલેન્સિંગ પ્રોપર્ટીઝ સાથે આવતા હોય. વાળને ્યવસ્થિત સાફ કરવા પણ એટલા જ જરૂરી છે. જો તમે તેને ગંદા રાખશો તો વાળની સમસ્યા વધવાની શરૂ થઈ જશે. તેથી અઠવાડીયે ૨-૩ વાર શુમ્પુ કરો.

વાળ ઉતરવાનું મુખ્ય કારણ ટેન્શન હોય છે. તેથી વાળને ખરતા રોકવા માટે ટેન્શનમુકત રહો અને તેનાથી બચવા માટે મેડીટેશન કરો. તમારા ડાઈટની પણ વાળ ઉપર ખૂબ જ અસર થાય છે. તેથી ડાઈટમાં હેલ્ધી આહાર લો.

(10:36 am IST)