Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ભૂલથી પણ દૂધ સાથે આ વસ્તુઓ ન ખાતા

વ્યકિતના સ્વાસ્થ્ય માટે નિયમિત ભોજન લેવુ જરૂરી છે. જેમાં દૂધ સ્વસ્થ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ, દૂધ સાથે અમુક વસ્તુઓ ખાવાથી શરીરને નુકશાન થઈ શકે છે. તો જાણી લો એ વસ્તુઓ વિશે.

લીંબુ અને નમકીન :  દૂધ સાથે લીંબુ અથવા મીઠા (નમક)થી બનેલ કોઈ પણ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તેનાથી શરીરને નુકશાન થાય છે. દૂધ સાથે આવી વસ્તુઓનું સેવન કરવાથી સ્કિન ઈન્ફેકશન, ખંજવાળ, ખરજવુ, વગેરે જેવી સમસ્યા થઈ શકે છે.

એસિડીક પદાર્થ  : દૂધ સાથે મગની દાળ ગાજર, શક્કરીયા, બટેટા, તેલ, દહીં, નારીયેળ, લસણ, વગેરે ન ખાવુ જોઈએ. અડદની દાળ દૂધ સાથે ખાવાથી હાર્ટ એટેકનો ભય રહે છે.

ખાટી વસ્તુઓ : આયુર્વેદ અનુસાર, દૂધ સાથે ખાટી વસ્તુઓનું સેવન ન કરવુ જોઈએ. એવુ કરવાથી દૂધ ઝેરીલુ બની શકે છે અને તમને ત્વચા સંબંધી રોગ થવાની સંભાવના રહે છે.

સંતરા અને અનાનસ : દૂધ સાથે સંતરા અને અનાનસનું સેવન કરવુ જોઈએ. કેળુ અને દૂધ બંનેથી કફ થાય છે. બંનેને એકસાથે ખાવાથી કફ વધે છે અને પાચનક્રિયા પર અસર પડે છે.

(10:36 am IST)