Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

હવે માત્ર આ રીતે જાણી શકાશે કે કોરોના છે કે નહીં ?

નવી દિલ્હી: કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ વાયરસથી સંક્રમિત થનારા વ્યક્તિમાં અનેક લક્ષણો જોવા મળે છે અને આ લક્ષણો પૈકીનું સૌથી મોટું લક્ષણ કોઈ ખુશ્બુ અથવા ગંધ ન આવવાનું છે પરંતુ હવે વૈજ્ઞાનિકોએ કેપ્સુલ આધારિત એક નવું ગંધ પરિક્ષણ વિકસિત કર્યું છે જેનાથી ગંધહિનતા સાથે જોડાયેલી વિવિધ બીમારીઓ જેમ કે કોવિડ-19 સંક્રમણના ત્વરિત નિદાનમાં મદદ મળી શકે છે.જર્નલ રોયલ સોસાયટી ઈન્ટરફેસમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર આ પરિક્ષણ પાર્કિંસન બીમારીઓના દર્દીઓ ઉપર પણ કરવું સરળ છે અને મોટી વસતીમાં કોવિડ-19 મહામારીના નિદાનમાં પણ મદદગાર છે. બ્રિટનની ક્વિન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના વૈજ્ઞાનિકોએ અભ્યાસ દરમિયાન જોયું કે ગંધ પરિક્ષણમાં પાર્કિંસન અને અલ્ઝાઈમર સહિત તંત્રિકાતંત્ર સંબંધીત અમુક સ્થિતિઓના નિદાનમાં મદદની પણ ક્ષમતા છે. તેમણે કહ્યું કે આ પરિક્ષણ વ્યાપક રીતે ઉપલબ્ધ નથી. આ અત્યંત મોંઘા છે અને સામાન્ય સ્વાસ્થ્ય સારસંભાળ વ્યવસ્થાઓમાં તેને આપવામાં થોડોસમય લાગી શકે છે.

આ સમસ્યાના સમાધાન માટે વૈજ્ઞાનિકોએ એક નવી ગંધ પરિક્ષણ કિટ વિકસિત કરી છે જેમાં સુગંધિત તેલોની ખુશ્બીવાળી કેપ્સ્યુલોને એક તરફ ટેપવાળી બે પટ્ટીઓ વચ્ચે રાખવામાં આવે છે. ગંધ પરિક્ષણ માટે કેપ્સ્યુલોને આંગળીઓ અને ટેપની પટ્ટી વચ્ચે તોડવામાં આવે છે જેનાથી કેપ્સ્યુલમાં ભરેલી સામગ્રી બહાર આવી જાય છે. કોઈ વ્યક્તિના આ ખુશ્બુઓને ઓળખવાની ક્ષમતાના આધાર પર સ્કોર નક્કી કરવામાં આવે છે. જો દર્દીને સુગંધ ન આવે તો તેને તુરંત જ ડોક્ટરો પાસે મોકલવામાં આવે છે.

(5:23 pm IST)