Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

જાણો, વરીયાળી બેનીફીટ્સ

આમાંથી આપણને સોડિયમ, કોપર, સીલીનીયમ, મેગ્નેશીયમ, ફોસ્ફરસ, આયર્ન અને પોટેરિયમ જેવા સ્કંમતી ખનીજ તત્વો મળી આવે છે.

 આનાથી આંખોનું તેજ વધે છે. આના માટે વરીયાળીમાં મિશ્રી અને બદામને પીસીને પાવડર બનાવી લેવો. આ પાવડરને નિયમિત રૂપે દિવસમાં બે થી ત્રણ ચમચી ખાવાથી આંખ માટે ફાયદો થશે.

 ફ્રેશ લીલી વરીયાળી તમારી  યાદશકિત ને વધારવાની ક્ષમતા રાખે છે. આ ખુબ જ સુગંધિત અને તેજ પદાર્થ છે. તેથી જો મોઢામાં વાશ આવતી હોય તો આને ખાઈ શકો છો.

 શેકેલી વરીયાળીને ખાવાથી ઉધરસ દુર થાય છે. તેથી તમે ઠંડીમાં આનું સેવન કરી શકો છો.

 વરીયાળીને આચારના મસાલામાં, શરબતમાં અને અન્ય ઘરેલું ખાધ પદાર્થોમાં નાખી સેવન કરવાથી પાચનતંત્ર ઠીક રહે છે. ભોજનમાં સ્વાદ વધારવા તમેઙ્ગઆનો પ્રયોગ કરી શકો છો.

 અસ્થમા ના ઉપચારમાં આ કમાલની સહાયક છે. ગોળ સાથે વરીયાળી ખાવાથી લોહિ સાફ રહે છે. જે ત્વચા માટે ફાયદાકારક છે.

(10:23 am IST)