Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

શું તમે પણ સોશિયલ મીડીયા વગર રહી નથી શકતા ? તો તમે થઈ ગયા છો તેના ગુલામ

૨૧મી સદીને જ્ઞાન અને માહિતીની સદી કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મીડીયાનો વ્યાપ એટલો ઝડપથી વધ્યો છે કે, બહુ ઓછા સમયમાં અનેક લોકોના સંપર્કમાં પહોંચી શકાય છે. ફેસબુક, ટવીટર, વ્હોટ્સએપ અને બીજી ઘણીબધી સાઈટના માધ્યમથી લોકો પોતાની અભિવ્યકિતને અનેક લોકો સુધી પહોંચાડી શકે છે. પરંતુ, જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ સોશિયલ મીડીયાના પણ સારા-ખરાબ પરિબળો છે.

તર્કશકિત વધારે છે

જે વિદ્યાર્થીઓ સોશિયલ મીડીયા પર તર્ક-વિર્તક કરે છે તેની તાર્કિક ક્ષમતા તેમના સહપાઠી વિદ્યાર્થીઓ કરતાં ઘણી વધારે હોવાનું પુરવાર થયું છે. રિસર્ચમાં પુરવાર થયું છે કે, વર્તમાન સમયમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ભણાવવા માટે સોશિયલ મીડીયાનો સહારો લે છે અને પોતાની જાતને અપડેટ રાખે છે.

ટેકનોલોજીનો સદુઉપયોગ કરો, તેના ગુલામ ન બનો

ટેકનોલોજીના અતિરેકથી માનસિક અને શારીરિક નુકશાન થઈ શકે છે. જો મોબાઈલ અથવા સોશિયલ મીડીયાના અન્ય માધ્યમો તમારા મોટા ભાગના સમયનો વપરાશ કરતા હોય અને જીવનમાં એ વસ્તુઓ જ તમારા માટે મહત્વની બની થઈ હોય તોએ ચેતવણી છે કે જીવનમાં કંઈક સારૂ નથી થઈ રહ્યું નથી. ઘણા લોકો પોતાના રૂમમાં પુરાઈને કલાકો સુધી એકલા કોમ્પ્યુટર, મોબાઈલ અથવા ટીવી સામે બેસી રહે છે. એનાથી તેઓને જરૂરી શારીરિક કસરત મળતી નથી. જેતી બેઠાડું જીવન તેમના માટે હૃદયની તકલીફ, ડાયાબિટીસ અનેક બીજી મોટી બીમારી પણ નોતરી શકે છે.

 

(10:23 am IST)