Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

આ અનોખો દરિયાઈ જીવ મગજ ન હોવા છતાં પણ ઘસઘસાટ ઊંઘી જાય છે

નવી દિલ્હી: શરીર વિજ્ઞાન મુજબ ઊંઘ સામાન્ય રીતે મગજ સાથે સંબંધ ધરાવે છે. મગજ થાકે ત્યારે તેના ન્યૂરોન ઊંઘ લાવે છે. જો કે પ્રાચીન દરિયાઇ જીવ જેલીફિશ મગજના હોવા છતાં ઊંઘ લે છે. આ વિશિષ્ટ જીવ પાસે મસ્તિષ્ક અને ચેતાતંત્ર વિકસિત ના ના હોવા છતાં ન્યુરોન વિકસિત કરે છે.એટલું જ નહી તે વિશિષ્ટ ચેતાતંત્ર તરત જ સિગ્નલોને એકશનમાં બદલી નાખે છે. આથી જેલીફિશની અનેક પ્રજાતિઓ દિમાંગ વગર પણ કામ ચલાવી લે છે. આ અંગે કેલિફોર્નિયા ઇન્સ્ટીયટૂટ ઓફ બાયોલોજીના સંશોધકોનું માનવું હતું કે આના પરથી સાબીત થાય છે કે જે જીવોમાં નર્વસ સિસ્ટમ નથી હોતી તેને પણ ઉંઘની જરુર પડે છે. કેસીઓપા પ્રજાતિની જેલીફિશ પ્રશાંત અને એટલાન્ટિક મહાસાગરમાં વધુ જોવા મળે છે. જે ૨.૫ સેમી જેટલી હોય છે. તે દરિયાકાંઠે ઊંઘી થઇને પડી રહે છે. જયારે તેના ટેટિકલ્સ ઉપરની તરફ હોય છે.જેલીફિશ રાત્રે નિષ્ક્રિય થઇને પડી રહે છે. દિવસની સરખામણીમાં તેની રાતની મુવમેન્ટ ૩૦ ટકા ઓછી હોય છે. જો કે તેને પોતાના શરીરને જગાડીને સક્રિય થવામાં માત્ર ૫ સેકન્ડનો સમય લાગે છે. જેલીફિશના શરીરમાં ૯૯ ટકા પાણી હોય છે. જેલફિશ તેના શરીરમાં દોરા જેવા રેશાઓની મદદથી ખોરાક લે છે.એશિયન નોમુરા જેલીફિશનું વજન ૨૦૦ કિલો અને તેના પંખા ૨ મીટર જેટલા લાંબા હોય છે.

(7:05 pm IST)