Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

તાઇવાન પર ચીનના હુમલાના આશંકાથી હડકંપ મચી જવા પામ્યો

નવી દિલ્હી: ઈન્ડોપેસિફિક વિસ્તાર ચીનની ગતિવિધિઓથી દિવસે દિવસે અશાંત બની રહ્યો છે. ભારત તે વિસ્તાર ઉપર નજર રાખી રહ્યું છે. તૈવાનના રાષ્ટ્રપતિએ મધ્ય અમેરિકાના દેશોની મુલાકાતનાં બહાને લોસ-એન્જલસમાં અમેરિકી ઉચ્ચ અધિકારીઓ સાથે કરેલી મંત્રાણાઓએ ચીનને હલાવી દીધું છે. બીજી તરફ જાપાન પણ તાઈવાનને ટેકો આપી રહ્યું છે. અમેરિકાએ તાઈવાનને અવિધિસરની તો સ્વીકૃતિ આપી જ દીધી છે અને તેને અઢળક શસ્ત્ર સહાય કરી રહ્યું છે કહે છે કે તાઈવાન તે શસ્ત્રાસ્ત્રો વ્યાપારી સોદાઓ દ્વારા તે માટેની રકમ ચુકવીને ખરીદે છે પરંતુ તે વિધાનો સહજ રીતે જ ગળે ઉતરે તેવા નથી. તેમાં ચીને નૌકા-જહાજો દ્વારા એક સમયે તો તાઈવાનની ઘેરાબંધી કરી હતી પરંતુ તે ઢીલી કરી છે. તેણે જાપાનના બે ટાપુઓ ઉપર દાવો કરી જાપાનને ફરી છંછેડયું છે. હવે જાપાન, તાઈવાન અને અમેરિકા તથા દક્ષિણ કોરિયા, ચીન સામે એક થઈ ગયા છે. કારણ કે ચીન હવે એટલું અઘરું બની ગયું છે કે તે ગમે ત્યારે તાઈવાન પર હુમલો કરશે તેવી આશંકા પ્રબળ બનતી જાય છે. બીજી તરફ ગ્વામ ટાપુ ઉપર રહેલો અમેરિકાનો સૌથી સક્ષમ નૌકાકાફલો તૈનાત કરી દેવાયો છે.

(7:05 pm IST)