Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ટેક્સાસમાં સ્કાઈડાઇવરસે 14 હજાર ફૂટની ઊંચાઈએ જઈને કરી પિજ્જા પાર્ટી

નવી દિલ્હી: ટેક્સાસમાં સ્કાયડાઈવર્સે એક અનોખુ કરતબ કર્યું હતું. તેમણે જમીન પર 14,000 ફૂટ ઊંચાઈએથી પ્લેનમાં જમ્પ માર્યા બાદ હવામાં જ પિઝા પાર્ટી કરી હતી. 43 વર્ષીય લોરી પતાલોક્કો તથા તેના અન્ય ત્રણ સાથી ડાઈવર્સે માર્ગેરિટા પિઝા બોક્સની આસપાસ એક સર્કલ બનાવ્યું હતું અને પિઝા સ્લાઈસ ખાધી હતી. વિડીયોમાં જોવા મળે છે કે હવામાંથી જમીન પર આવતી વખતે તે બધા એક સાથે રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. બે જણાએ તેમના હાથમાં પિઝાનું બોક્સ પકડી રાખ્યું છે. જે વ્યક્તિ વિડીયો બનાવી રહ્યો છે તે પિઝા બોક્સ ખોલે છે અને પિઝાનો એક ટૂકડો લઈને તેના મિત્રના મોંમાં મૂકે છે. ટેક્સાસના હ્યુસ્ટનની લોરીએ જણાવ્યું હતું કે, મેં જેટલા પણ જમ્પ કર્યા છે તેમાંથી આ જમ્પ અદ્દભુત અને યાદગાર રહ્યો. તેણે કહ્યું હતું કે તેના મિત્રને પિઝા ઘણા ભાવે છે અને અમે જોવા ઈચ્છતા હતા કે હવામાં તેને ખાઈ શકાય છે કે નહીં.

(6:22 pm IST)