Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ઓએમજી.......એક ક્રોએશિયન ડ્રાઈવર્સે 24 મિનિટ સુધી પાણીમાં શ્વાસ રોકી અનોખો રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી: એક ક્રોએશિયન ડાઇવર્સે તેના શ્વાસને 24 મિનિટ 33 સેકંડ સુધી પાણીની અંદર રોકી રાખીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 54 વર્ષીય બુદીમીર બુડા સોબાતે આ સાહસ કરતી વખતે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. સોબાત પહેલેથી જ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારાવે છે, પરંતુ આ સપ્તાહાંતમાં તે 24 મિનિટ અને 33 સેકંડ સુધી પાણીની અંદર પોતાનો શ્વાસ રોકવામાં સફળ રહ્યા.

તેણે સિસક શહેરના સ્વિમિંગ પૂલમાં પોતાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ સમય દરમિયાન ડોબ, ડોકટરો, પત્રકારો અને સમર્થકો તેમની દેખરેખ માટે ઉપસ્થિત રહ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, સોબટ, ભૂતપૂર્વ બોડીબિલ્ડર છે. તેણે બોડીબિલ્ડિંગના જુસ્સાને દૂર કરીને સ્થિર ડાઇવિંગને અપનાવી લીધું હતું અને હવે ટૂંક સમયમાં તે વિશ્વના ટોચના 10 ડાઇવર્સમાં શામેલ થયો છે. તેણે ત્રણ વર્ષ પહેલાં ગિનિસ રેકોર્ડમાં 24 મિનિટ પાણી હેઠળ શ્વાસ રોકીને પોતાનું નામ નોંધાવ્યું હતું.

(6:19 pm IST)