Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સાઉદી અરબી દુનિયા ભરના મુસલમાનોને હજને સ્થગિત કરવાની સલાહ આપી

નવી દિલ્હી:કોરોના મહામારીને લઈને સાઉદી અરબી દુનિયા આખીમાં મુસલમાનોને કોરોના વાયરસ મહામારીના કારણોસર વર્ષે હજને સ્થગિત કરવાની સલાહ આપી છે. સાઉદી અરબની અર્થવ્યવસ્થાનો મોટો ભાગ હજ અને ઉમરા માટે આવનાર તીર્થયાત્રીઓ પર નિર્ભર છે. સાઉદીએ કોરોનાને ધ્યાનમાં લઈને હાલમાં મક્કા અને મદીના શહેરમાં અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે તેમજ બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ બંધ કરી દીધી છે. સાઉદી અરબમાં અત્યારસુધીમાં કોરોના સંક્રમણથી 1563ઘટના સામે આવી છે જે પૈકી 10 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:58 pm IST)